<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

આજથી એક અઠવાડિયા સુધી ફરી મેઘાવી માહોલ, રોહિણી રેલાશે જે પ્રિમોન્‍સૂન ગણાશે : હવામાન નિષ્‍ણાત કિશોર ભાડજા

જો અને તો ની સંભાવના વચ્‍ચે વાવાઝોડું ઉદભવશે તો પણ ગુજરાતને અસર અંગે અસમજસ, ભેજનું પ્રમાણ ઘટતા વાવણી લાયક વરસાદ ઠેલાઈ

(જયેશ ભટાસણા)ટંકારાઃ,તા.ર૧, વૈશાખ સુદ ચૌદશ ૧૧-૦૫-૨૦૨૫ રવિવારે ૧૩:૧૯ વાગ્‍યે સૂર્ય નક્ષત્ર ક્રુતિકમાં  અને ચંદ્ર નક્ષત્ર સ્‍વતીમાં બેઠું તથા વૈશાખ વદ તેરસ તારીખ ૨૫-૦૫-૨૦૨૫ રવિવારે ૯.૩૨ વાગ્‍યે સૂર્ય નક્ષત્ર રોહિણી બેસે છે અને ચંદ્ર નક્ષત્ર અશ્વિની છે તે જોતા આજથી એક અઠવાડિયા સુધી ફરી મેધાવી માહોલ જોવા મળશે. ૨૧ મેં થી ૨૫ મે એટલે કે ક્રુતિકા નક્ષત્ર ઉત્તરતા  માવઠાની શક્‍યતાઓ છે ત્‍યાર બાદ રોહિણી નક્ષત્રમા રોયણ રેલાઈ તેને પ્રિમોન્‍સૂન વરસાદનું આગમન થયું ગણાશે જોકે આ ઘણા વિસ્‍તાર  રહશે. પવનનું જોર ખુબ વધુ રહેશે.

 અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડું બનવાની  શક્‍યતા જો અને તો વચ્‍ચે ઝુલી રહી છે. હજું દ્રઢપણે વાવાઝોડું અંગેના પરીબળ જોવા મળતા નથી પરંતુ રોયણ રેલાયા બાદ વાવણી લાયક નૈઋત્‍ય ચોમાસું જાજુ પાછોતરુ થશે. સૌરાષ્ટ્રમા સાર્વત્રિક વાવણી લાયક વરસાદ સૂર્ય નક્ષત્ર આદ્રા ઉતરતા અને અષાઢ મહિનો બેસતા થશે.

જયારે રોહિણી નક્ષત્રમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું કે મોટી સિસ્‍ટમ્‍સ બને ત્‍યારે દરિયાઈ જે ભેજ હોય છે તે  ભેજ દરિયામાંથી જતો રહે છે. પરિણામે ચોમાસુ વાતાવરણ વિખાઈ જાઈ છે અને નવુ વાતાવરણ બંધાતા વાર લાગે છે એટલે આ સિસ્‍ટમ જોતા વિધિવત ચોમાસું વિલંબ થશે. આ આગાહી ખગોળ શાષાના આધારે કરવામાં આવે છે. આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે બાકી બધુ કુદરતને આધીન છે. (કિશોર ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા જી મોરબી મો ૯૫૮૬૫ ૯૦૬૦૧

(11:16 AM IST)