<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

જામકંડોરણામાં કરા પડયા

જામકંડોરણામાં એક કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ. (તસ્‍વીરઃ મનસુખ બાલધા)

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ર૧:  જામકંડોરણામાં છેલ્લા બે દિવસથી અસહય ઉકળાટ અને બફારા બાદ ગઈકાલે સાંજના ૫-૩૦ વાગ્‍યે વિજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાંજના ૬-૩૦ વાગ્‍યા સુધીમાં એક કલાકમાં ૩૭ મી.મી.(દોઢ ઈચ) વરસાદ પડી ગયો હતો આ વરસાદમાં બરફના ઝીણા ટુકડા એટલેકે કરા સાથે આ વરસાદ પડતો હતો આ કમોસમી વરસાદના કારણે મગ,તલ,અડદ જેવા ઉનાળુ પાકોમાં નુકશાન થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તેમજ ઉનાળુ પાકોની મોસમ ચાલતી હોવાના કારણે અમુક ખેડુતોના પાક પલળી ગયા હતા.

(11:47 AM IST)