તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
અજબ-ગજબનું છે, બનનાર સંભવિત શકિત વાવાઝોડુ !
સંભવિત સિસ્ટમ વધીને ડીપ્રેશન, ડીપ ડીપ્રેશન કે વાવાઝોડુ બનશે ? તેની સચોટ દિશા કઇ તરફ રહેશે? એ અંગે આઇએડી હજુ મૌન છે

વાંકાનેર, તા., ર૧: અરબ સાગરમાં આકાર લેનાર સંભવીત શકિત વાવાઝોડાને અજબ-ગજબનું કહેવું પડે તેના પુરતા કારણો પણ જોવા મળે છે.
આઇએમડી તેના લોંગ પીરીયડ ફોરકાસ્ટ મોડેલ મેપમાં તો બનનાર સીસ્ટમને વાવાઝોડું ગણે છે પણ તે વાવાઝોડુ બનશે જ એવું આઇએમડીએ હજુ સુધી સતાવાર જાહેર કરેલ નથી. મોડેલ મેપમાં અત્યાર સુધીમાં આ સાયકલોન અંગે ઘણા બધા બદલાવો-પરીવર્તનો જોવા મળ્યા. એ પણ અજબ-ગજબ ગણી શકાય તેમ છે. વળી ચોમાસા પહેલા અરબ સાગરમાં સિસ્ટમ બનીને તે ડીપ ડીપ્રેશન કે સાયકલોન જેટલી મજબુત બને અને વળી તે દક્ષિણ-પヘમિ ચોમાસા પહેલા અરબ સાગરમાં જોવા મળતી નથી.
અરબ સાગર સ્થિત સિસ્ટમ આગામી નજીકના સમયમાં ડીપ્રેશન-ડીપ ડીપ્રેશન કે પછી સાયકલોન બને તે ભલે નિヘતિ ન હોય પણ આગામી બે-ત્રણ દિ'માં સૌરાષ્ટ્રમાં ભરચોમાસા જેવી વરસાદી જમાવટ જોવા મળી શકવાની છે. આઇએમડીની મોડેલ મેપની હાલની સ્થિતિમાં સંભવીત વાવાઝોડુ કયાંય પણ લેન્ડફોલ થયા વિના ઓમાન તરફ અર્થાત પヘમિ તરફ ફંટાય અને પછી પાકના કરાંચીને ધમરોળે તેવું દર્શાવેલુ જોવા મળે છે. આઇએમડીની સતાવાર આગાહી મુજબ ગુજરાતમાં ર૪ તારીખથી ભારે વરસાદની તથા નૈઋત્યનું ચોમાસુ કેરળમાં ચારેક દિવસમાં પ્રવેશે તેવી આગાહી કરાઇ છે.
ં ઇસીએમડબલ્યુએફ-આઇકોન અને ડબલ્યુ એફએસ વગેરે વેધર મોડેલોમાં તો શકિત વાવાઝોડુ ગુજરાતમાં લેન્ડફોલ થવાનું દર્શાવે છે. તેમાં પણ અત્યાર સુધીમાં શકિત સાયકલોન અંગે બદલવો જોવા મળ્યા છે. છે ને અજબ-ગજબ!
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
