તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
ગરમી થોડી ઘટશે બફારો બેફામ થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૧: આઇએમડીના મેરીકલ ફોરકાસ્ટમેપમાં જોવા મળે છે તે મુજબ એક-બે દિ'માં મહારાષ્ટ્રમાં મેઘાવી માહોલ જામશે. મુંબઇ- ગોવામાં હજુ ચોમાસુ શરૂ થયુ નથી ત્યાંજ ભર ચોમાસા જેવો ભારે વરસાદ ત્રાટકશે. એટલા જ પ્રમાણમાં ગુજરાતના સોૈરાષ્ટ્ર અને દ.ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસે તેવું આ મોડેલ મેપ દર્શાવે છે. તેમાં એ પણ દર્શાવાયુ છે કે, અરબ સાગરમાં બનનારી લો પ્રેશર સિસ્ટમ ક્રમશઃ મજબુત બની કાંઠાળ વિસ્તારોથી આગળ વધી ગુજરાતમાં અંદર પ્રવેશ્યા વિના ઓમાન આસપાસના દેશો તરફ આગળ વધી જશે. સોૈરાષ્ટ્રમાં હવે વાદળો છવાશે તેથી ગરમીનો આંક ઓછો નોંધાય પણ ભેજની હાજરીને પગલે બફારો બેફામ અનુભવાશે.
બનનાર સંભવિત વાવાઝોડાની સાચી દિશા- તેના પવનોની ગતિ વગેરે બાબતે હજુ આઇએમડી દ્વારા અલગ નિર્દેશો જાહેર નથી કરાયા. જેથી હજુ એક-કે બે દિ'માં સાચી સ્થિતિ જાણી શકાય. હાલ તેમાં બદલાવ થવાની પણ સંભાવના નકારી શકાતી નથી. કેરળમાં મોન્સુન થોડુ વહેલુ એન્ટર થશે પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હાલ વરસનારો વરસાદ ચોમાસા પહેલાનો કમોસમી પ્રી મોન્સુન વરસાદ લેખાશે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
