<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

મહારાષ્‍ટ્રથી વેચવા આવેલ ચાર શખ્‍સો ભચાઉમાં બે લાખના ગાંજા સાથે ઝબ્‍બે

ભુજ,તા.૨૧ :  વોંધ ગામના પુલિયા નીચે અમુક ઇસમો માદક પદાર્થ નો જથ્‍થો વેચવા/ડીલિવરી માટે આવનાર હોય જેથી તાત્‍કાલિક તે જગ્‍યા ઉપર ટીમ સાથે જઈ વોચમાં રહેતા શંકાસ્‍પદ ચાર ઇસમો આવતા તેમની ઝડતી તપાસ કરતા ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો પોતાની પાસે રાખી ગે.કા.રીતે વેચાણ/ડીલીવરી કરવા માટે નિકળેલ હોય 

  તૌસીફખાન શબ્‍બીરખાન  ઉ.વ.૨૮ ધંધો રીક્ષા ડ્રાઈવર રહેવાસી અફઝલ ચૌધરી હાઉસની બાજુમાં ગુલીસ્‍તનગર મહોલ્લા નાગપુરી ગેટ પોલીસ સ્‍ટેશન તા.જી.અમરાવતી(મહારાષ્‍ટ્ર)

(૨) ગજાનન અંબાદાસ ખડરો ઉ.વ.૨૨ ધંધો- હોટલમાં વઈટર  રહેવાસી સોપીનાથ તા.મુર્તિજાપુર જીલ્લો અડોલા 

(૩) વીડી વિજયરાવ કાલે ઉ.વ.૩૨ રહેવાસી ગામ પુર્ણાનગર તા. ભાતફુલી થાના હાંસેગાવ જી.અમરાવતી  

(૪) વિકાસ ઔધુત ઈન્‍ગલે રહેવાસી પુર્ણાનગર જિલ્લો અમરાવતીને ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપીથી માદક પદાર્થ ગાંજો કુલ વજન ૧૯,૧૫૧ કિગ્રા ૧,૯૧,૫૧૦/-, મોબાઇલ ફોન નંગ-૩ ૬,૦૦૦/-, થેલા નંગ-૦૩ ૨૦૦/- આધારાકાર્ડ તથા આઇ.ડી. કાર્ડ નંગ કુલ મુદામાલ ૧,૯૭,૭૧૦નો કબ્‍જે કરેલ છે.

 આ કામગીરી ં પોલીસ ઇન્‍સપેકટર એ.એ.જાડેજા ભચાઉ તથા પોલીસ સબ ઈન્‍સપેક્‍ટર ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્‍ટાફ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(11:59 AM IST)