<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સલાયામાં ગુજસીટોકના ૬ આરોપીના મકાનોનું ડીમોલેશનઃ ૪૦ લાખની જમીન ખુલ્લી કરાઇ

ખંભાળીયા તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય દ્વારા માગર્દશન આપતા ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.પી.માનસેતા દ્વારા ખંભાળીયા ડીવીઝનની અંદર અસામાજીક તત્‍વો વિરૂધ્‍ધ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેના ભાગરૂપે સલાયા મરીન પોલીસ સ્‍ટેશનના PI વી.એ.રાણા દ્વારા સલાયા મરીન પોલીસ સ્‍ટાફ તથા ખંભાળીયા PGVCL સ્‍ટાફ તથા સીટી સર્વેયર સ્‍ટાફ તેમજ એક્‍ઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટશ્રી જામખંભાળીયાનાઓને સાથે રાખી સલાયા ટાઉનમાં ગુજસીટોક જેવા ગંભીર ગુન્‍હાના કુખ્‍યાત આરોપીઓ (૧) એજાજ રજાકભાઈ સંઘાર (૨) રીજવાન રજાકભાઈ સંઘાર (૩) અકરમ રજાકભાઇ સંઘાર (૪) અસગર રજાકભાઇ સંઘાર (૫) ઇમરાન રજાકભાઇ સંઘાર (૬) અબ્‍દુલકરીમ સલીમભાઇ ભગાડ, રહે.તમામ સલાયા ટાઉન વાળાઓએ સરકારશ્રીની કુલ ૩૮૯૧ સ્‍કવેયર ફુટ જેટલી જમીન પર ગેરકાયદેસર કુલ - ૦૬ મકાનો/મિલ્‍કત બનાવેલ હોય જે અંદાજીત એક કરોડ રૂપીયા જેટલી કિંમતના મકાનો/મિલ્‍કત તોડી પાડી/ડીમોલેશન કરી અંદાજીત ચાલીસ લાખ રૂપીયા જેટલી કિંમતની કુલ ૩૮૯૧ સ્‍કવેયર ફુટ જમીન ખાલી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:25 PM IST)