<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

મોરબીના રેલવે સ્‍ટેશને રૂ.૯.૯૮ કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કર્યાઃ ગુરૂવારે વડાપ્રધાન કરશે વર્ચ્‍યુઅલ ઉદ્દઘાટન

અમૃત ભારત સ્‍ટેશન યોજના હેઠળ રંગરૂપ બદલાયાઃ પ્‍લેટફોર્મ ઉપર આધુનિક ડિસ્‍પ્‍લે સાથે કવર્ડ એરિયા, બગીચો, નવા વેઇટિંગરૂમ સહિતની સુવિધા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા, મોરબી, તા. ૨૧: અમળત ભારત સ્‍ટેશન યોજના હેઠળ મયુરનગરી મોરબીના રેલવે સ્‍ટેશનનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેની કાળજી સાથે રૂપિયા ૯.૯૮ કરોડના ખર્ચે મોટાભાગનું પુનર્વિકાસ કાર્ય પૂર્ણ કરી લેવાયું છે. રજવાડી ડિઝાઈન સાથેની ટાઇલ્‍સ, કવર્ડ પ્‍લેટફોર્મ એરિયા, આધુનિક વેઇટિંગ લોન્‍જ, બાગબગીચા સાથેનો ર્પાકિંગ એરિયા અને રંગરોગાન ક૨વામાં આવતા મોરબીનુ રેલવે સ્‍ટેશન દીપી ઉઠ્‍યું છે. ૨૨ મે ના રોજ અમળત ભારત સ્‍ટેશન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે મોરબીના પુનઃ વિકસિત રેલવે સ્‍ટેશનનો વર્ચ્‍યુલ લોકાર્પણ કરાશે જેના માટે રેલવે સ્‍ટેશનની સાફ સફાઈ સહિતની તૈયારીઓ હાલ ચાલી રહી છે.

૨૨ જાન્‍યુઆરી ૧૯૩૫ ના રોજ નિર્માણ પામેલા મોરબીના રેલવે સ્‍ટેશનને હેરિટેજ રેલવે સ્‍ટેશન તરીકે વિકસાવવા માટે વર્ષ ૨૦૨૪માં દેશના વડાપ્રધાન દ્વારા પસંદ કરવામાં આવેલા દેશના ૧૫ સ્‍ટેશનો પૈકી મોરબી શહેરના રજવાડી સ્‍ટેશનનો સમાવેશ કરી શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો.સીરામીક નગરી મોરબીના રેલવે સ્‍ટેશનનો વિકાસ કરવા માટે હેરિટેજ ટચ સાથે આધુનિક સુવિધાઓ વિકસાવવા નક્કી કરી ૯.૯૮ કરોડના ખર્ચે વિકાસ શરૂ કરાયો હતો. જેમાં નોંધપાત્ર પ્રગતિ સાથે હાલમાં પ્‍લેટફોર્મ સરફેસિંગ, છતનું સમારકામ, ઈમારતનું રંગકામ અને વાહનો માટે ર્પાકિંગ સુવિધાઓનો વિકાસ પૂર્ણ કરવામાં આવ્‍યો છે.

મોરબી રેલ્‍વે સ્‍ટેશનને હેરિટેજ મોડેલ રેલવે સ્‍ટેશન તરીકે વિકસાવવામાં આવ્‍યું છે જેમાં ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની સાથે આધુનિક કાર્યક્ષમતાનો સંગમ કરી રેલવે સ્‍ટેશન ખાતે પ્‍લેટફોર્મ ઉપર અપગ્રેડેડ સાઇનેજ બોર્ડ, કોચ સંકેત પ્રણાલીઓ અને આધુનિક ફર્નિચરનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. રેલવે સ્‍ટેશનના વિકાસ બાદ મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. અહીં કોનકોર્સ અને વેઇટિંગ એરિયામાં હેરિટેજ ટાઇલ્‍સનો ઉપયોગ કરી રેલવે સ્‍ટેશનને એક અલગ સાંસ્‍કળતિક ટચ આપવામાં આવી છે. સાથે જ વિશાળ ર્પાકિંગ સુવિધાઓ અને પહોળા રસ્‍તાઓ વધતી જતી ટ્રાફિક સમસ્‍યાનો અંત લાવશે.

આ વિકાસ થકી રેલવે તંત્ર દ્વારા શહેરના સમળદ્ધ ભૂતકાળને તેના ઉજ્જવળ ભવિષ્‍ય સાથે જોડી મોરબી રેલ્‍વે સ્‍ટેશન ફક્‍ત ટ્રાન્‍ઝિટ હબ તરીકે જ શહેરના સમળદ્ધ વારસાના પ્રતિબિંબ કરવા પ્રયાસ કર્યો છે.

મોરબી રેલ્‍વે સ્‍ટેશન ખાતે પ્‍લેટફોર્મ સરફેસિંગ, કવર શેડ ઇન્‍સ્‍ટોલેશન, બગીચો અને લેન્‍ડસ્‍કેપિંગ, ર્પાકિંગ સુવિધાઓ, ઈમારતનુંસમારકામ, વિશાળ વેઇટિંગ હોલ, આધુનિક શૌચાલય, આકર્ષક એલિવેશન માટે પોર્ચ લંબાવાયુ, હેરિટેજ દેખાવ અપાયું, આવાગમન માટે અલગ અલગ એન્‍ટ્રી-એક્‍ઝિટ, દિવ્‍યાંગજન માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

(1:35 PM IST)