તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 21st May 2025
લીલીયાના આંબામાં સેવા સહકારી મંડળીમાંથી પોણા બે કરોડની ઉચાપત
મંડળીના મંત્રીએ છ માસમાં સભાસદો પાસેથી ધિરાણની, હપ્તાની, વ્યાજની તથા શેરની, ખાતરના વેચાણની રકમ ઓળવી ગયાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ર૧: મોટા લીલીયાના આંબા ગામે સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા સાવરકુંડલાના ગાયત્રી સોસાયટીમાં હાથસણી રોડ ઉપર રહેતા અશોકભાઈ લાલભાઈ મહેતા એ ગત તા.૫-૭-૨૪ થી ૧૭. ૧. ૨૫ સુધી ફરજ દરમિયાન મંડળીના અલગ અલગ સભાસદો પાસેથી મધ્ય મુદત ધિરાણની હપ્તાની તથા વ્યાજની તથા શેરની તથા મંડળીના રાસાયણિક ખાતરના વેચાણની કુલ રકમ ૧,૭૧,૨૧,૪૫૭,૭૭ મંડળીના રોજમેળમાં જમા લઈ આ નાણાની સિલક ગેરકાયદેસર મર્યાદા બહાર હાથ ઉપર રાખી અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ આંબા શાખામાં જમા ન કરાવી નાણાની ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ મંડળી સાથે તથા બેંક સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરેલ હોય ઉચાપત જાહેર થતાં તા. ૧૮. ૨.૨૫ ના મંડળીના ઉચાપતની તિલક પેકેટના નાણાં ૪,૫૧,૪૩૨ તથા ૫,૦૦,૦૦૦ મળી ૯,૫૧૪૩૨ બેંકમાં જમા કરાવી બાકીના૧,૬૧,૭૦,૦૨૫,૭૭ બેંકમાં જમા નહીં કરાવી તેમના અંગત ઉપયોગમાં લઇ આંબા સેવા સહકારી મંડળી તથા અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક આંબા શાખા સાથે ગુનાહિત વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી નાણાની ઉચાપત કરિયાની ફરિયાદ જીગ્નેશ ભાઈ મનસુખભાઈ સાવજ દ્વારા નોંધાતા લીલીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
સાવરકુંડલામાં આઠ
લાખનો ધુમ્બો માર્યો
સાવરકુંડલામાં મહુવા રોડ પંચવટી સોસાયટીમાં રહેતા વિનોદ રાય ડાહ્યાલાલ રાવલ સાથે સાવરકુંડલાના મુસ્તફા દલ તથા વડોદરા ના પરવેજ નકુલ નામના શકયો એ અલટીકા કાર વેચાણથી આપવાનું નક્કી કરી રોકડ રકમ આઠ લાખ આરટીજીએસસી ટ્રાન્સફર કરી આજ દિન સુધી કાર તથા રોકડ રકમ પરત ન આપી ખોટા વાયદાઓ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી
પુત્રએ સગી જનેતાનું
માથું ફોડયું
અમરેલીના ભારતનગરમાં રહેતા મિલુબેન ઉમરભાઈ હાજીભાઈ ચૌહાણ નામની વળદ્ધા ઉપર તેના સગા કળિયુગિ પુત્ર મુસ્તાક ઉમર હાજી ચૌહાણ એ રૂપિયા ૫૦૦ માંગી ગાળો આપી માથાના ભાગે કપાળના ભાગે પક્કડ મારી નાક ઉપર મારી ફેક્ચર કરી હાથના અંગૂઠામાં ઈજા કર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
અમરેલીમાં ટ્રકનું ટાયર નિંદ્રાધીન પુત્ર ઉપર ફરી વળતા કાયમી પોઢી ગયો
અમરેલીમાં કેરીયાનાગસ પોદાર સ્કૂલની પાછળ નાગનાથ કોટનમાં કામ કરતા અને લક્ષ્મીપુરા તા.ખંભાત જી. આણંદ ના રહેવાસી દિનેશભાઈ ગગજીભાઈ દેવીપુજક નો પુત્ર જીનના કમ્પાઉન્ડમાં ખાટલા ઉપર પથારીને સૂતો હોય ત્યારે ટ્રક નંબર gj 14x 4869 ના ચાલક કાનાભાઈ ટ્રકના વિલ ફેરવી દઈ તેનું મોત નીપજાવી નાસી ગયા ની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
લાઠીના લુવારીયામાં જંગલી જાનવરોએ યુવાનને ફાડી ખાધો
લાઠી ના લુવારીયા ગામે રહેતા આર દીપભાઈ જયસુખભાઈ ખુમાણ નામના યુવાન તળાવ બાજુ પેશાબ પાણી કરવા ગયેલ હોય કયાં કોઈ જંગલી જાનવર એ ફાડી ખાતા ઇજાઓ થતા તેનું મોત નીપજ્યા નહીં રાજપાલભાઇ રામકુભાઈ ખુમાણે લાઠી પોલીસ મથકમાં જાહેર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ધારીના આંબરડીમાં મહિલાએ ઝેરના પારખા કર્યા
ધારીના આંબરડીમાં રહેતી મંજુલાબેન સુરેશભાઈ મોહનભાઈ ખાણીયા નામની મહિલાએ મનમાં લાગી આવતા ઘઉંમાં નાખવાના ઝેરી દવાના ટીકડા પી લેતા તેનું મોત નિપજ્યાનું પોલીસમાં સુરેશભાઈ મોહનભાઈ ખાણીયા એ નોંધાતા ધારી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
