તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 21st May 2025
જૂનાગઢમાં કમોસમી વરસાદે કેરી પર કહેર વર્તાવ્યો : માર્કેટીંગ યાર્ડમાં કેરીના હજારો બોક્સ પલળી ગયા
અચાનક જ આવેલ ભારે વરસાદમાં કેરીઓ બોક્સમાંથી બહાર નીકળી તરવા લાગી હોય વેપારી તેમજ ખેડૂતોને મોટું નુકશાન

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે વહેલી સવારથી ચાલી રહેલ કેરીની હરાજી દરમિયાન અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વર્ષનો શરૂ થયો હતો ભારે વરસાદ વરસતા ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ કેસર કેરીના હજારો બોક્સ વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું કે શાકભાજી માર્કેટયાર્ડ સાથે શેડ તૂટી ગયેલ હોય તેમજ યાદ અંદરનો રસ્તો હતી બીમાર હોય તેને લઈને પણ પાણી ભરાવાની સમસ્યા હોય ત્યારે વરસાદ પડતા જ શેડમાં પડેલ માલ સામાન પલળી જતા ખેડૂત તેમજ વેપારીઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેમજ એપીએમસી દ્વારા યાદ ખાતે નવા શેડ બનાવવા અને રસ્તા બનાવવા પણ માંગ કરી.
યાર્ડ ખાતે ખેડૂતો આજરોજ લાખો રૂપિયાનો માલ લઈને આવેલ હોય અચાનક જ વરસાદ શરૂ થતા તમામ કેરીના બોક્સ પાણીમાં પલળી જતા લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોને આવેલ હોય ત્યારે શાકભાજી યાડના વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડના સતાધીશોને અનેક વખત રજૂઆત કરી હોય કે યાદ ખાતે નવા શેડ બનાવવા નવા રસ્તા બનાવવા તેમજ જગ્યા નો વધારો કરવો પરંતુ હજુ સુધી કોઈ કામગીરી ન થતા આજે અચાનક જ આવેલ ભારે વરસાદમાં કેરીઓ બોક્સમાંથી બહાર નીકળી તરવા લાગી હોય વેપારી તેમજ ખેડૂત યાદ ખાતે એક બોક્સની બે રૂપિયા સેસ આપતા હોય તેમ છતાં પણ યાદ ના સત્તાધિશોના પેટનું પાણી હલતું ન હોય ત્યારે ત્યારે આજે આવેલ વરસાદમાં લાખો રૂપિયાની કેરી વરસાદમાં પલળી અને બગડેલ હોય ત્યારે વ્યાજમાં ખરાબ રસ્તા નવા બનાવવા ગટરની વ્યવસ્થા કરવી જુના તૂટી ગયેલા શેડ પણ નવા બનાવવાની ખેડૂતોનો માલ વ્યવસ્થિત રીતે સચવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ 17,000 બોક્સ કેરીની આવક નોંધાઈ હોય ત્યારે હાલ કેરીની આવક વધતા શેડની બહાર પણ કેરીના બોક્સ ઉતારવામાં આવે છે અચાનક જ વરસાદ આવતા આજે કેરીના બોક્સ પલડેલ હોય શાકભાજી યાદ ખાતે શેડની વ્યવસ્થા છે પરંતુ શાકભાજી અને ફળ સાથે આવતા યાર્ડ ખાતે થોડી સાંકળ થતી હોય હાલ શાકભાજી માર્કેટિંગ યાર્ડ ખાતે મેનેજમેન્ટ દ્વારા નવા શેડ બનાવવા પ્લાન પણ બનાવવામાં આવ્યા હોય ભવિષ્યમાં શાકભાજી યાદ ખાતે નવા શેડ બનાવવામાં આવશે યાર્ડ ખાતે આવતાં સફાઈ કર્મચારીઓ બે દિવસથી હડતાલ ઉપર હોય તેમ છતાં બહારથી સફાઈ કર્મચારીઓ બોલાવી સફાઈ કામગીરી પણ શરૂ કરવામાં આવશે શેડના જર્જરીત થયેલ પતરા પણ રિપેર કરવા માટે એપીએમસી માં રજૂઆત કરેલ હોય ટૂંક સમયમાં જ તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. શાકભાજી માર્કેટિંગ યાર્ડ ખાતે અચાનક જ આવેલ ભારે વરસાદના કારણે હજારો કેરીના બોક્સ પાણીમાં પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી જેવી સ્થિતિ સર્જાઇ છે
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
