<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સાયબર ફ્રોડના ગુન્હામાં પોરબંદરના અગ્રણી હિરલબાના બે દિવસના રીમાન્ડ મંજુર કરાયા

સાયબર ફ્રોડના કેસમાં કોર્ટે પોલીસે હિરલબાનાના 10 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી

પોરબંદરના મહિલા અગ્રણી હિરલબાના સાયબર ફ્રોડના ગુન્હામાં પોલીસે અટકાયત કરી હતી. સાયબર ફ્રોડના કેસમાં કોર્ટે પોલીસે હિરલબાનાના 10 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે હિરલબાના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.  

પોરબંદરના મહિલા અગ્રણી હિરલબાના સાયબર ફ્રોડના ગુન્હામાં પોલીસે અટકાયત કરી હતી. આજે 10 દિવસના રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. સાયબર ફ્રોડ અને ડિજિટલ હેરેસ્ટમેન્ટના મુદ્દે પોલીસ પુછપરછ હાથ ધરશે. અપહરણ અને પૈસાની લેતીદેતી બાબતે હિરલાબા જાડેજાના રીમાન્ડ પુરા થયા બાદ તેમને જૂનાગઢની જેલમાં મોકલવામાં આવ્યા હતા.

 

ત્યારબાદ પોરબંદર પોલીસે તેમની સામે સાયબર ફ્રોડ અને ડિજિટલ હેરેસ્ટમેન્ટની ફરીયાદ નોંધી હતી જેમા હિરલાબા જાડેજા સહિત 6 સામે ફરીયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમા પણ હિરલબા જાડેજાની મોટી ભુમિકા સામે આવી હતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજયોમા પણ સાયબર ફ્રોડ કરવામાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે. 

કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ કરાઇ છે. હાર્બર મરીન પોલીસ મથકમાં તેમની સામે અપહરણનો ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરાઇ છે. મૂળ પોરબંદરની અને હાલ ઇઝરાયેલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ વીડિયો વાયરલ કર્યો હતો.. લીલુ ઓડેદરાએ પતિ, પિતા અને દીકરાના અપહરણનો આરોપ હિરલબા જાડેજા પર લગાવ્યો હતો. પૈસાની લેતી-દેતીમાં મહિલાના પતિ અને દીકરા પાસે ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો કરાયો હતો. હિરલબાના માણસો તેના પતિ અને દીકરાને ઉઠાવી ગયા હોવાનો આરોપ મહિલાએ કર્યો છે. પોલીસે હિરલબા સહિત 7 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનો આરોપ છે તેના પતિ અને દીકરાને હીરલબાએ તેમના બંગલે ગોંધી રાખ્યા છે. આ મામલો 70 લાખ રૂપિયાની ઉઘરાણીનો હોવાનું સામે આવ્યું છે

 

(8:04 PM IST)