તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
ટંકારા નજીક દિલધડક લૂંટ નહિ પણ ધાડ ! સાત શખ્સોએ કારને ટક્કર મારી ધાડ પાડી.
ધાડને અંજામ આપનાર આરોપીઓ પૈકી બે શખ્સો પોલીસના સકંજામાં, ડીવાયએસપીએ વિગતો જાહેર કરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર બુધવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર મારી લાખો રૂપિયાની દિલધડક લૂંટના કિસ્સામાં સાત આરોપીઓએ રોકડ રકમ લઈ ગયા હોય બનાવ ધાડનો હોવાનું સામે આવ્યું છે. જો કે, ધાડપાડુંની એક કાર અકસ્માતગ્રસ્ત બન્યા બાદ બીજી કારમાં રોકડ લઈને નાસી ગયા બાદ નાકા બંધીમાં બે આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે.
ટંકારા નજીક ધાડની ઘટના અંગે ડીવાયએસપી સમીર સારડાએ વિગતો આપતા જાહેર કર્યું હતું કે, રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ચલાવતા ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી બુધવારે ધંધાના કામે લાખો રૂપિયાની રોકડ રકમ લઈ મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવતા હતા ત્યારે ટંકારા નજીક એક પોલો અને બલેનો કારના ચાલકે તેમની કારનો પીછો કરી ખજૂરા હોટલ પાસે કારની પાછળ જોરદાર ટક્કર મારતા કાર ડિવાઈડર કૂદી ગઈ હતી.
બીજી તરફ બન્ને કારમાં રહેલા ધાડપાડું ગેંગના સાત જેટલા સભ્યોએ કારને ટક્કર માર્યા બાદ ધોકા સાથે ધસી આવી કારના કાચ તોડી નાખ્યા હતા. જો કે, આંગડિયા પેઢીના નિલેશભાઈ ભાલોડીના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી કારને ખજૂરા હોટલ નજીક વાળી લેતા ધાડપાડુઓ નીચે ઉતરી કારનો પાછળનો દરવાજો ખોલી લાખો રૂપિયાની રોકડ રકમ લઈ નાસી ગયા હતા.આ ઘટનામાં ધાડપાડું શખ્સોની કાર અકસ્માતગ્રસ્ત બનતા બનાવ સ્થળે નંબર પ્લેટ વગરની અન્ય કારમાં રોકડ રકમ લઈને નાસી ગયા હતા.
ટંકારા નજીક ધાડની ઘટના અંગે ડીવાયએસપી સમીર સારડાએ વિગતો આપતા જાહેર કર્યું હતું કે, રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ચલાવતા ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઇ ભાલોડી બુધવારે ધંધાના કામે લાખો રૂપિયાની રોકડ રકમ લઈ મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવતા હતા ત્યારે ટંકારા નજીક એક પોલો અને બલેનો કારના ચાલકે તેમની કારનો પીછો કરી ખજૂરા હોટલ પાસે કારની પાછળ જોરદાર ટક્કર મારતા કાર ડિવાઈડર કૂદી ગઈ હતી.
બીજી તરફ બન્ને કારમાં રહેલા ધાડપાડું ગેંગના સાત જેટલા સભ્યોએ કારને ટક્કર માર્યા બાદ ધોકા સાથે ધસી આવી કારના કાચ તોડી નાખ્યા હતા. જો કે, આંગડિયા પેઢીના નિલેશભાઈ ભાલોડીના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી કારને ખજૂરા હોટલ નજીક વાળી લેતા ધાડપાડુઓ નીચે ઉતરી કારનો પાછળનો દરવાજો ખોલી લાખો રૂપિયાની રોકડ રકમ લઈ નાસી ગયા હતા.આ ઘટનામાં ધાડપાડું શખ્સોની કાર અકસ્માતગ્રસ્ત બનતા બનાવ સ્થળે નંબર પ્લેટ વગરની કાર છોડી અન્ય કારમાં રોકડ રકમ લઈને નાસી ગયા હતા.
ધાડમાં ગયેલી રકમ અંગે પોલીસે ફોડ ન પાડ્યો.
ટંકારા નજીક સાંજના પાંચ વાગ્યે બનેલી ધાડની ઘટનામાં બે જેટલા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું અને રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી હોવા છતાં કાળા ધોળા નાણાંની રકમ અંગે ગુન્હો કેમ નોંધવો તેની મથામણમાં પોલીસે રાત્રે 10 વાગ્યા સુધી ગુન્હો દાખલ કર્યો ન હતો કે ન તો રોકડ રકમનો આંકડો જાહેર કર્યો હતો.
પોલીસે બે આરોપીઓને સકંજામાં લીધા હોવાની બિન સતાવાર માહિતી
ટંકારા નજીક ધાડની ઘટનાને અંજામ આપનાર સાત આરોપીઓ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઘટના બાદ નાકાબંધી કરનાર પોલીસના હાથે સાત પૈકી બે આરોપીઓ હાથ આવી ગયા હોવાનું અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હોવાના બિન સતાવાર અહેવાલ મળી રહ્યા છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
