<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

વલ્લભીપુર પંથકમાં પિતરાઇ બહેન સાથે દુષ્‍કર્મ

મારી નાખવાની ધમકી દીધીઃ આરોપીની શોધખોળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨ :.. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્‍સે તેની જ પિતરાઇ બહેન સાથે પ્રેમ સંબંધ રાખ્‍યો હતો અને બાદમાં અવાર નવાર મળવા બોલાવી હતી અને તે વેળાએ પિતરાઇ ભાઇએ તેની બહેનની મરજી વિરૂદ્ધ અવાર નવાર શારિરીક સંબંધ બાંધી, દુષ્‍કર્મ આચરતો હતો અને કોઇને કહીશ તો મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર દુષ્‍કર્મ આચરતો હતો જે દરમિયાન યુવતીને પેટમાં દુખાવો ઉપડતાં યુવતીને હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં યુવતીને છથી સાત માસનો ગર્ભ હોવાનું જણાતા, યુવતીએ તમામ હકીકત પરિવારના સભ્‍યોને કહેતા પરિવારના પગની નીચેથી જમીન સરકી જવા પામી હતી અને દુષ્‍કર્મ કરનાર બીજું કોઇ જ નહીં પણ તેનો જ પિતરાઇ ભાઇ નિકળતા ભારે ચકચાર મચી જવા પામી છે.યુવતીના ભાઇએ તેના જ પિતરાઇ ભાઇ વિરૂદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. (પ-૭)

(10:53 AM IST)