તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 22nd May 2025
ચોટીલામાં ત્રણ બહેનના એકના એક ભાઇ મહેશ ધરજીયાનો ઝેર પી આપઘાત
પાણી વેંચી ગુજરાન ચલાવતો હતોઃ પખાવાડીયાથી મગજ ભમતો હોવાથી પગલુ ભર્યુઃ રાજકોટ સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૨: ચોટીલામાં મફતીયાપરા-૨માં રહેતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો.
જાણવા મળ્યા મુજબ ચોટીલામાં રહેતાં મહેશ કુકાભાઇ ધરજીયા (ઉ.વ.૨૫) નામના યુવાને ગત ૧૩મી તારીખે ઝેરી દવા પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. અહિ સારવારમાં દમ તોડી દેતાં ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મહેશ પાણીની બોટલો વેંચી ગુજરાન ચલાવતો હતો. તે ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ દિકરો હતો. સગાના કહેવા મુજબ મહેશ છેલ્લા પંદરેક દિવસથી પોતાનો મગજ ભમતો હોવાનું રટણ કરતો હતો અને આ કારણે તેણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર કારગત ન નીવડતાં તેનું મોત થયું હતું. ચોટીલા પોલીસ વધુ તપાસ કરે છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
