<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

જામનગરના જામસાહેબના વચેટ બહેન પ્રતાપગઢના પુર્વ મહારાણી રાજકુમારી મુકુંદકુમારીનું અવસાન

તેઓ પ્રતિભાશાળી, બહાદુર વ્‍યકિતત્‍વ ધરાવતા હતા : જામસાહેબે શ્રધ્‍ધાંજલી અર્પી

 

 

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૨ : જામનગરના જામસાહેબના વચેટ બહેન રાજકુમારી મુકુંદકુમારીનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

જામનગરના જામસાહેબે શ્રધ્‍ધાંજલી અર્પતા જણાવ્‍યું હતું કે, હું ખૂબ વ્‍યથા અને ભાંગેલા હ્રદય સાથે શુભચિંતકોને જણાવું છું કે, મારા વચેટ બહેન, રાજકુમારી મુકુંદ કુમારી, પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબાનું, વિલાયતમાં દુઃખદ અવસાન થયું છે અને તેઓ સ્‍વર્ગવાસ થયા છે. તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રતિભાશાળી અને અત્‍યંત બહાદુર વ્‍યક્‍તિત્‍વ હતા, જેના માટે હું ખૂબજ ગૌરવ અનુભવતો હતો. આપણા કુળદેવી માતાજી તેમના આત્‍માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તેમનો વ્‍યથિત ભાઇ, મહારાજા જામસાહેબ.

(2:10 PM IST)