<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ભાયાવદર પંથકની સગીરાના દુષ્‍કર્મ કેસમાં આરોપી અને ભોગ

બનનાર પીડીતાની માતાને ધોરાજીની કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સજા : સગીરાને આરોપી પાસે દુષ્‍કર્મ કરવા મોકલી મદદગારી કરવા અંગે સગી જનેતાને કોર્ટે સજા ફટકારીઃ ૧૩ વર્ષની સગીરા સાથેના અધમકૃત્‍ય અંગે કોર્ટે આપેલ ચુકાદો

ભાયાવરદ તા.રરઃ ભાયાવદર પોલીસ સ્‍ટેશનના ગુનામાં પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્‍કર્મ કરવા માટે તથા ભોગ બનનારની માતાને મદદગારી કરવા માટે ૨૦ વર્ષની સજા અદાલતે ફટકારી હતી. સગી માં ને ભોગ બનનારના દુષ્‍કર્મોની મદદગારી માટે સજાનો કદાચ આ પેલો કિસ્‍સો હોવાનું કહેવાય છે.

બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની ફઈબાએ પોલીસ સ્‍ટેશનમાં એવી ફરિયાદ નોંધાવેલી હતી કે, ફઈબાના ઘરે પિતળકાર્ય હતું ત્‍યારે ભોગ બનનાર તેને ત્‍યાં આવેલી હતી. આ સમયે ભોગ બનનાર ગુમ સુમ રહેતી હતી તેથી ભોગ બનનારને પૂછતા તેણીએ જણાવેલું હતું કે, ભોગ બનનારની માતા તેણીને ધરારથી મોબાઇલની દુકાન ધરાવતા પિયુષ કિશોરભાઈ પટેલ સાથે મોકલે છે અને આ પિયુષ ભોગ બનનાર સાથે દુષ્‍કર્મ આચરે છે તે પિયુષ એચઆઈવી ગ્રસ્‍ત  છે, અને ભોગ બનનારની માતા આ કળતિઓ માટે પિયુષ પાસેથી પૈસા પણ લે છે. તત્‍કાલીન પીએસઆઇ દર્શકભાઈ મજીઠીયાએ ફરિયાદ નોંધી અને તપાસ કરી ચાર્જશીટ કરેલું હતું. આરોપી પિયુષ કિશોરભાઈ વિરુદ્ધ ની સગીર વયની દીકરી સાથે વારંવાર શરીર સંબંધ બાંધવા અંગે પોકસો એક્‍ટની મુજબ ગુનો નોંધાયેલ તથા બીએનએસ મુજબ ગુનો નોંધાયેલ જ્‍યારે ભોગ બનનારની માતા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્‍ટ મુજબ ચાર્જશીટ કરેલું હતું અને તે મુજબ ચાર્જ ફરમાવવામાં આવેલો હતો. ત્‍યારબાદ ધોરાજીના એડિશનલ સેશન્‍સ એન્‍ડ ડિસ્‍ટ્રિક્‍ટ જજ સ્‍પેશિયલ પોકસો જજ શ્રી અલીહુસેન મોહી બુલ્લા શેખ સમક્ષ આખો કેસ ચાલેલો હતો. આ ટ્રાયલ દરમિયાન બે તટસ્‍થ શાહેદો રવિભાઈ રામોલિયા તથા કરણસિંહ ચુડાસમાએ જાગળત નાગરિક તરીકે ભોગ બનનારને તેની માતા આરોપી પિયુષ સાથે મોકલતી હતી તેના વિડીયો ઉતારેલા હતા તે રજૂ કરેલા હતા. તપાસ કરનાર અધિકારી શ્રી દર્શકભાઈ મજેઠીયાએ તમામ પુરાવાઓ એકત્ર કરી અને ફોરેન્‍સિક સાયન્‍સ લેબોરેટરીમાં મોકલેલા હતા. આરોપી પિયુષ એચઆઇવી ગ્રસ્‍ત છે તેના પણ દસ્‍તાવેજો મેળવેલા હતા. ભોગ બનનાર ની જન્‍મ તારીખ અંગેના આધારો પણ મેળવેલા હતા. અદાલત સમક્ષ આ તમામ પુરાવાઓ રજૂ થયેલા હતા.

 આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવેલો હતો કે ભોગ બનનાર ની માતા અને ભોગ બનનારના પિતાને વૈવાહીક જીવનમાં તકરાર ચાલે છે, અને ભોગ બનનારની માતા આરોપી પિયુષ મોબાઈલનો વેપાર કરે છે તેની પાસે જાય તે તેના પિતાને ગમતું નથી એટલે આ ખોટી ફરિયાદ કરી અને ભોગ બનનાર મારફતે ખોટી રીતે છૂટાછેડા મેળવવા જેવો પ્રયત્‍ન કરી રહ્યા છે. આ બનાવના કોઈ નજરે જોનાર સાહેદો પણ નથી. સરકાર પક્ષે એડિશનલ પબ્‍લિક પ્રોસિકયુટર એ દલીલો કરેલી હતી કે, ભોગ બનનાર માત્ર ૧૩ વર્ષ જેવી ઉંમરના છે, તેની માતા તેની કુદરતી વાલી તો છે જ સાથે સાથે ભોગ બનનારના રક્ષણ અને સંરક્ષણની જવાબદારી પણ તેની માતાની છે તે આવું અધમ કળત્‍ય થઈ રહ્યું હોય તેમાં ભોગ બનનારને રક્ષણ આપવાના બદલે આરોપીને મદદ કરે તે હળવાશથી લઈ શકાય નહીં અને મેડિકલ એવિડન્‍સ તથા ભોગ બનનાર ની જુબાનીથી બનાવ નક્કર રીતે પુરવાર છે. બે સાક્ષીઓ કે જેમણે મોબાઈલની ક્‍લિપ રજૂ કરી છે અને ભોગ બનનારને આરોપી પિયુષ મોટરસાયકલમાં લઈ જઈ રહ્યો છે તે ક્‍લિપ જોવામાં આવે તો પણ ભોગ બનનારના કથનને સમર્થન મળી રહ્યું છે. આ તમામ સંજોગોને ધ્‍યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ. બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી અલી હુસેન મોહીબુલનાએ ભોગ બનનારની માતાને ઈમોરલ ટ્રાફિકિંગ એક્‍ટના ગુનામાંથી મુક્‍ત કરેલા હતા. જ્‍યારે પોક્‍સો એક તથા બીએનએસ ની કલમ મુજબ આરોપી પિયુષ કિશોરભાઈ પટેલ ને દુષ્‍કર્મ વારંવાર કરવા બદલ ૨૦ વર્ષની સજા અને ૫૦૦૦ દંડ ફટકારેલ. તથા ભોગ બનનાર ની માતાને આવા કૃત્‍યમાં મદદગારી કરવા અને ગુનાનું દૂષ્‍પ્રેરણા કરવા માટે ૨૦ વર્ષની સજા અને ૫૦૦૦ દંડ ફટકારેલ હતો.

(2:11 PM IST)