<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ઉપલેટા પોકસોના ગુન્‍હામાં ર૦ વર્ષની સજા પડયા બાદ વોન્‍ટેડ આરોપી ભરૂચથી પકડાયો

મહેશ ઉર્ફે વિશાલ સોલંકી રે. કેશવાળા બે વર્ષથી પોલીસને હાથતાળી આપતો'તોઃ ધોરાજી નાસતા ફરતા સ્‍કવોડે ઝડપી લીધો

રાજકોટ તા. રર :.. ઉપલેટા પોલીસ મથકના પોકસોના ગુન્‍હામાં ર૦ વર્ષની સજા પડયા બાદ નાસી છુટેલ આરોપીને ભરૂચથી ધોરાજી નાસતા - ફરતા સ્‍કવોડે ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહએ નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્‍વયે ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માગદર્શન હેઠળ ધોરાજી નાસતા ફરતા સ્‍કવોડના પો. સબ. ઇ. એ. એન. કામળીયા, એ.એસ.આઇ. પરબતભાઇ કરશનભાઇ, તથા પો. કો. કાળુભાઇ મનુભાઇ સંયુકત રીતે ખાનગી રહે હકિકત મળેલ કે ઉપલેટા પોલીસ સ્‍ટેશનના પોકસોના ગુન્‍હામાં એડી. સેશન્‍સ કોર્ટ ધોરાજીના પોકસો કેસ નં. ૮-ર૦ર૧ ના કામે નામદાર કોર્ટ દ્વારા તા. ૧૬-૧૦-ર૦ર૩ ના રોજ આખરી હુકમ કરી ર૦ વર્ષ ની કેદની સજાનો હુકમ કરેલ હોય અને આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપી મહેશ ઉર્ફે વિશાલ નાથાભાઇ સોલંકી રહે. કેશવાળા તા. ગોંડલ જી. રાજકોટવાળાને ભરૂચ ખાતેથી પકડી પાડી ઉપલેટા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(12:27 PM IST)