News of Thursday, 22nd May 2025
માધવપુર (ઘેડ)માં ગેરકાયદે ૩ ખાણો ઉપર દરોડાઃ ૩ ચકરડીઓ અને ટ્રેકટર સહિત પોણા કરોડનો મુદામાલ જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રરઃ ખાણ ખનીજ વિભાગે માધવપુર (ઘેડ)માં ગેરકાયદે ત્રણ ખનીજ ખાણો પર દરોડો પાડીને પથ્થર કટીંગની ચકરડી ટ્રેકટર સહિત પોણા કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ હાથ આવ્યા નથી.
જિલ્લા કલેકટરની સૂચના તથા ભૂસ્તરશાષાી શ્રી પરમારના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાષાી શ્રી મિતેષ મોદીની આગેવાની હેઠળ તપાસ ટીમ દ્વારા તાલુકાના માધવપુર ગામમાં બુધવારની વહેલી સવારે ગેરકાયદે ખાણો અંગે તપાસ હાથ ધરવામાં આવી.
આ તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ ઉપરથી ત્રણ અલગ-અલગ ખાડાઓમાંથી કુલ ૧૦ ચકરડી મશીનો અને ૧ ટ્રેક્ટર તેમજ નજીકના વિસ્તારમાંથી વધુ ૩ ચકરડી મશીનો, ૨ પડદી મશીનો અને ૧ એક્સકેવેટર મશીન (હિટાચી) ઝડપીને સીઝ કરવામાં આવ્યા હતા. તમામ મુદ્દામાલને માધવપુર અને નવીબંદર પોલીસ સ્ટેશન વિસ્તાર માં રાખવામાં આવ્યો છે.
ખાણ ખનીજ દરોડામાં એક જનરેટરની સીઝની કામગીરી હાલ ચાલુ છે અને તેને લઈ પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂ. ૭૩ લાખનો મુદ્દામાલની જપ્ત કરવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ ચાલુ છે. આ દરોડામાં કુલ પકડાયેલ મુદ્દામાલમાં - ચકરડી મશીન-૧૩, પડદી મશીન-૨, ટ્રેક્ટર-૧, એક્વાવેટર મશીન (હિટાચી)-૧ તથા જનરેટર-૧ (કાર્યવાહી ચાલુ) કુલ અંદાજિત કિંમત રૂ. ૭૩ લાખનો સમાવેશ થાય છે.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે કે ખનિજ ચોરી જેવી ગેરકાયદેસર પ્રવળત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવનાર સમયમાં પણ આવી કામગીરી સતત ચાલુ રહેશે
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
