તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
કોરોનાની રી-એન્ટ્રી સામે સાવચેતી એજ સલામતીનો ઉપાય
કોરોના સામે તકેદારીના નિયમોનો સ્વૈચ્છાએ અમલ કરવા પોરબંદરના અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાની અપીલ

પોરબંદર : હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે, કોરોનાએ વિશ્વના જુદા-જુદા દેશોમાં ફરી આતંક મચાવ્યો છે, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર જેવા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતના પણ વિવિધ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઉચકયું છે તેમાં ગુજરાત પણ બાકાત નથી, ગુજરાતના અમદાવાદમાં પણ કોરોનાના સાત પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે.
પોરબંદરવાસીઓએ પણ આ કોરોના સામે તકેદારી રાખવી જરૂરી બની છે, પોરબંદરવાસીઓએ સ્વેચ્છાએ કોરોનાની જે ગાઈડલાઈનો હતી તે અનુસરવી જોઈએ, સાવચેતી એ જ સલામતી, લોકોએ સ્વેચ્છાએ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, શાકભાજી સહિત વસ્તુઓ ગરમ પાણીથી સાફ કરી અને રસોઈમાં ઉપયોગમાં લેવી જોઈએ. બીજા રાજ્યોમાંથી અથવા તો અન્ય દેશમાંથી આવતા લોકોએ જાતે એક અઠવાડિયું કોરોનટાઈન થઈ રહેવું જોઈએ, જેથી અન્યોને ચેપ લાગે નહી તેની તકેદારી રાખવી જોઈએ, જો આપણે સ્વેચ્છાએ આ બધા નિયમોનું પાલન કરશું તો કોરોનાને ફેલાતો અટકાવી શકીશું.
અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ પોરબંદરવાસીઓને જણાવ્યું હતુ કે, કોરોનાની રી-એન્ટ્રીથી ડરવાની જરૂર નથી, પરંતુ સલામતીની જરૂર છે લોકોએ સ્વેચ્છાએ કોરોનાની ગાઈડલાઈન જે હતી તેને અનુસરવી જોઈએ, જેથી આપણે કોરોનાના ચેપથી બચી શકીએ
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
