<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

મોરબીને લાંબા અંતરની ટ્રેન અને નજરબાગ રેલ્વે સ્ટેશને સુવિધાઓ અંગે રજૂઆત.

રેલવેના એડી ડીવીઝનલ મેનેજર અને રાજ્યસભા સાંસદને રજૂઆત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રેલ્વે સ્ટેશનનો ઈ લોકાપર્ણ સમારોહ આજે યોજાયો હતો ત્યારે મોરબીના પૂર્વ કાઉન્સીલર તેમજ સામાજિક કાર્યકરો દ્વારા સાંસદને લાંબા અંતરની ટ્રેન, રેલ્વે સ્ટેશને જરૂરી સુવિધાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

મોરબીના પૂર્વ કાઉન્સીલર અને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ સીરોહિયા, જયેશભાઈ મકવાણા અને હરિભાઈ રાતડીયા દ્વારા આજે રેલવેના એડી ડીવીઝનલ મેનેજર અને રાજ્યસભા સાંસદને રજૂઆત કરવામાં આવી હતી મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવે અને નજરબાગ રેલ્વે સ્ટેશને જરૂરી સુવિધાઓ આપવા માટે માંગ કરી હતી.


 

(10:15 PM IST)