News of Friday, 23rd May 2025
મોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદુર રેલી યોજાઈ.
મહિલાઓએ પોતાના હાથમાં સિંદૂર તથા દીપ પ્રાગટ્ય કરીને અવધ – 4 શ્રી રામજી મંદિર નાની કેનાલ રોડ પર રેલીનું આયોજન કર્યું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી શહેર મહિલા મોરચા દ્વારા મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ અને દક્ષાબેન અમૃતિયાના અધ્યક્ષ સ્થાને સિંદુર રેલી યોજાઇ જેમાં મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તેમજ મોરબી શહેર મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, મોરબી જિલ્લા કારોબારી સભ્ય શ્રધ્ધાબેન પટેલ સહિત સમાજના આગેવાન બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં 45 થી 50 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં સિંદૂર તથા દીપ પ્રાગટ્ય કરીને અવધ – 4 શ્રી રામજી મંદિર નાની કેનાલ રોડ પર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
