<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

મોરબીમાં સદ્દગતની પુણ્યતિથીએ મેડિકલ કેમ્પ યોજાયો.

દર્દીને વજન કરી,તપાસીને ત્રણ દિવસની દવા સાથે ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપેલ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કુ.લીલમબેન ચુનીલાલ શાહની 25મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ડૉ. હસ્તલેખા (હસ્તી )બેન મહેતા ના 181માં એકદિવસીય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કુ. લીલમબેન ચુનીલાલ શાહ ( રાષ્ટ્રીય પ્રાથમિક શાળા શાખા ના પાયા ના પથ્થર )ની ૨૫ મી પુણ્યતિથિ (૨૨/ ૫/ ૨૦૦૦) નિમિતે મામી શ્રી જયેન્દ્રબાળા બેન મેહતાની પ્રેરણાથી  એક દિવસીય કેમ્પ નું આયોજન વાઘપરા સતવારા સમાજ ની વાડી માં કરવામાં આવ્યું જેમાં દર્દી ને વજન કરી,તપાસી ને ત્રણ દિવસ ની દવા સાથે ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપેલ. જયસુખ ભાઈ ભાલોડીયા દ્વારા સાંધા વા હાથ પગ કમરના દુખાવામના દર્દીઓ તપસ્યા હતા. આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રકાશભાઈ સોનગ્રા તેમજ જશવંતીબેન સોનગ્રાએ જહેમત ઉઠાવેલ .કેમ્પ સહાયક તરીકે રશ્મિન ભાઈ દેસાઈ, શ્રીમતી નિશાબેન દેસાઈ,કેતનભાઈ મહેતા ,જીગર ભટ્ટ તેમજ રાષ્ટ્રીય પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી આકિબ ચાનીયા,બાબુ ચાવડા એ સેવા આપેલ.

(1:11 AM IST)