News of Friday, 23rd May 2025
ઉપલેટામાં બોલેરો પકડાયા બાદ ધોરાજીમાં સસ્તા અનાજનો કાળો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ

ઉપલેટા-ધોરાજી, તા.૨૩: ઉપલેટાનાં મામલતદાર નિખીલ મહેતા એ ઉપલેટા તાલુકામાં રાશનનો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ સસ્તા અનાજનો કારોબાર અને કૌભાંડ ધોરાજીમાં પણ ચાલી રહ્યું હોય ત્યારે તેણે જવાબદાર તંત્ર અને જવાબદાર અધિકારીઓને સુચના આપી અને ધોરાજીનું તંત્ર સફાળું જાગ્યું અને ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ પ્લાસ્ટિકનાં કારખાના નજીક એક શંકાસ્પદ ગોડાઉનની જાણકારી મળી, ત્યાર બાદ પ્રાંત અધિકારી તરખાલા, મામલતદાર, નાયબ મામલતદાર, પૂરવઠા ટીમ ત્યાં પહોંચી અને આ ગોડાઉનમાં શંકાસ્પદ સરકારી અનાજ અને બીલ વગરનો અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવેલ અને અનાજ નો જથ્થો અને બે બોલેરો વાહનનો કબજો લઈને સીઝ કરાયો અને ધોરાજી પોલીસ ને સોંપવામાં આવ્યો.
આ અનાજની કુલ બેગ ૭૨૧ અંદાજે ૩૬,૦૦૦ કિલો અનાજ અંદાજે કિંમત ૧૨,૩૪,૮૦૦ અને બે બોલેરો ગાડી જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ કબજે કરીને ધોરાજી પોલીસને સોંપવામાં આવેલ. ગોડાઉન ભાડે રાખનારનું નામ માલવિયા મહમદ જમાલનું નામ જાણવા મળેલ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળેલ પણ આવું સૌરાષ્ટ્ર ગુજરાત કે ભારત ભરમાં જે ગરીબોને સરકાર તરફથી જે રાશનકાર્ડ દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવે છે આ એજ અનાજ ગરીબો ન હોય અને જરૂરીયાત મંદ ન હોય તેવો પણ રાશનકાર્ડમાં નામ રાખીને સરકારી યોજના અંતર્ગત અનાજ લઈ તો લેવામાં આવે છે પણ પછી આજ અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી વહેંચી દેવામાં આવતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ અનાજનો વધું રકમ આપીને જેતે વેપારી અનાજની ખરીદી કરીને બારોબાર સગેવગે કરી વહેંચીને તગડો નફો મેળવી રહ્યા હોય આ સરકારી અનાજ નો વેપલોનું જો સરકાર યોગ્ય તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે શકે તેમ છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
