<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જૂનાગઢમાં ૧૫ હજાર બોટલઃ ૬૦ લાખનો દારૂ ઝડપાયો

પ્‍લાસવાની સીમમાં આઇ.જી.ની ટીમે દરોડો પાડયોઃ ધોળાદિ'એ કટીંગ થતું હતું: રેઇડ વેળા બૂટલેગર ટ્રક લઇને નાસી છૂટયોઃ પોલીસની દોડધામ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૩: જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયાએ પ્રોહી. /જુગારની પ્રવળતિ નેસ્‍ત નાબુદ કરવા અને આવી ગે.કા. પ્રવળતિ ઉપર સંપુર્ણપણે અંકુશમાં લેવા તથા અવાવરૂ જગ્‍યાઓમાં તપાસ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને આઈ.જી.પી. કચેરી જુનાગઢ રેન્‍જ ના પોલીસ ઇન્‍સપેક્‍ટર સી.વી.નાયક  તથા પો.સ.ઈ. જી.કે. ઠાકર તથા પો.સ.ઈ. સી.એમ. ચાવડા પો. સ્‍ટાફના માણસો સાથે જુનાગઢ રેન્‍જ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.

દરમ્‍યાન પો.હેડકોન્‍સ. એસ.વી.મારૂ તથા પો.કોન્‍સ. પ્રવીણસીંહ પીઠાભાઈ મોરીને હકીકત મળેલ કે, રાકેશ લાખાભાઈ કોડીયાતર રહે. સંજય નગર, જુનાગઢ વાળા દ્વારા પ્‍લાસવા ગામની પશ્વીમે આવેલ અવાવરૂ વીસ્‍તારમાં દારૂના જથ્‍થાનું કટીંગ ચાલુ છે. જે બાતમી આધારે રેઈડ ક૨તાં ઇંગલીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૪,૯૧૬ કી.રૂ. ૬૦,૩૪,૮૦૦/- નો મળી આવેલ અને રાકેશ લાખાભાઈ કોડીયાતર રહે. જુનાગઢ, સંજય નગર, ગાંધીગ્રામ વાળો પોલીસને જોઈ જતાં પોતાના કબજા હવાલા વાળું વાહન અશોક લેલન્‍ડ પીક-અપ રજી. નં. જીજે-૭-ટીયુ-૨૮૬૧ વાળુ લઇ નાશી ગયેલ હોય જેની વિરૂધ્‍ધ પ્રોહીબીશન ધારા હેઠળ પો.હેડકોન્‍સ. એસ.વી. મારૂનાઓએ ગુન્‍હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી એ.એસ.આઈ. ગીરૂભા વાઘેલા, પો. હેડ કોન્‍સ. એસ.વી.મારૂ તથા બી.કે.ઓડેદરા, પો.કોન્‍સ. પ્રવીણભાઈ પીઠાભાઈ મોરી તથા જગદીશભાઈ ખટારીયા પો.કોન્‍સ.એ કરી હતી.

 

(11:00 AM IST)