<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

નગરપાલિકા દ્વારા પાણી વિતરણ માટે અમલમાં મુકી નવી યોજના

ધ્રોલના લોકોને હવે નિયમીત રીતે મળશે એકાતંરા પાણી

 

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ર૩: ધ્રોલ નગરપાલિકા દ્વારા શહેરના વસવાટ કરતાં નાગરિકોને પેય જળની સુવિધા વધુ સુદ્રઢ અને નિયમિત રીતે મળતી રહે તે હેતુથી ‘‘એકાંતરા પાણી વિતરણ યોજના'' અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલને લીધે ધ્રોલના નાગરિકો હવે નિયમિત અને પૂરતું પાણી મેળવી શકશે.

ધ્રોલ શહેરમાં અંદાજે ૪૫ હજાર લોકો વસે છે, જેમણે વર્ષોથી પીવાના પાણીની અછત અને અસંતુલિત વિતરણની સમસ્‍યા ભોગવી હતી. નવનિયુક્‍ત પાલિકા પ્રમુખ શ્રી વિનુભાઈ વાધેલા અને કારોબારી ચેરમેન શ્રી સુરેશ ગોસાઈના નેતળત્‍વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા ટીમે લોકોને પીડા મુકત જીવન આપવા માટે આ યોજના અમલમાં મુકી છે.

શહેરની પાણી વિતરણ વ્‍યવસ્‍થાને એક સાચી અને સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ઙ્કએકાંતરા પાણી વિતરણ યોજના શરૂ કરાઇ છે, જેના થકી પાણી વિતરણમાં સમયસર પૂર્તિ થાય છે. લોકોને સમયસર પાણી મળી રહેશે. વધુ જણાવેલ કે તેમજ પાણી ની લાઈન બાકિ રહેલા વિસ્‍તારમાં તાત્‍કાલિક પહોંચાડવા માટે પ્રયત્‍ન કરીએ છીએ.

ધ્રોલ નગરપાલિકા પ્રમુખ શ્રી વિનુભાઈ વાધેલા અને કારોબારી ચેરમેન સુરેશભાઈ તથા પાલીકા ની ટીમ જણાવ્‍યું હતું કે, ‘‘ધ્રોલ નગરની જનતાને હવે પેય જળ માટે તકલીફ ભોગવવી ન પડે એજ અમારું ધ્‍યેય છે. ભાજપને મળેલી બહુમતીનો ઉપયોગ અમે લોકકલ્‍યાણ માટે કરીશું.'' આ એક એકાતરા પાણી વિતરણ યોજના ધ્રોલ નગર માટે એક મોટું અનુદાનરૂપ સાબિત થશે, અને લોકોને આરોગ્‍યઙ્ઘદ જીવન જીવવા માટે જરૂરી પાયાની સુવિધાઓ વધુ સારી રીતે ઉપલબ્‍ધ થશે. આ પહેલને લીધે નાગરિકો ખાસ ખુશ છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા ટીમના પ્રયાસોની સરાહના કરી રહી છે. (૭.૭)

(11:31 AM IST)