<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ધોરાજીનાં વેગડી ગામે ભાદર નદીમાં નાવ લઈને જતાં પિતાની સામે વિજકરંટ લાગતા પુત્રનુ મોત

 

ધોરાજી, તા. ર૩: ધોરાજી અને જામકંડોરણા વચ્‍ચે આવેલ વેગડી ગામ નજીક આવેલ ભાદર નદી નો પુલ આવેલ છે ભાદર નદી માં માછલી ઓ પકડવાનું કામ કરી ફેંકુભાઈ ટીલો સાહની નામનો પરપ્રાંતનીય વ્‍યક્‍તિ અને તેનો પુત્ર વિશાલભાઈ ફેંકુ હુડકી (નાવ) લઈને પરત ફરી રહ્યા હોય અને વેગડી પુલ ઓળંગતી વખતે નદી ઉપર વિજે તાર કોઈ કારણોસર સ્‍પર્શ થતાં પુત્ર વિશાલ ને ભારે કરંટ લાગતા વિશાલભાઈ સાહની નદી માં પડી ગયેલ પોતાનાની નજરની સામે પુત્ર નદીમાં કરંટ લાગતા નદી માં પડી ગયેલ અને પુત્ર ને નદી માંથી કાઢવા માટે નો પ્રયત્‍ન કર્યો પણ તેમાં સફળતા મળી નહીં અને આ ઘટના ની જાણ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ અને પોલીસ તંત્ર અને વિજ તંત્રનાં કર્મચારીઓ અને નાવ (હુડકા) માલીક અને તેમની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી અને નદી માંથી મળતદેહને બહાર કાઢયો અને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં મળતદેહ ને ખસેડવામાં આવ્‍યો હતો અને આ ઘટનાની સાચી હકીકત ધોરાજી પોલીસ તંત્ર યોગ્‍ય તપાસ કર્યા બાદ સાચી હકીકતની ખબર પડશે કેવી રીતે મળત્‍યુ પામેલ છે.(૬.૩)

(11:39 AM IST)