<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ચોટીલામા માં ચામુંડાનાં સાનિધ્‍યમાં તિરંગા યાત્રા ફરી દેશ પ્રેમ છવાયો : નિવળત સૈનિકોને સન્‍માનિત કરાયા

ધારાસભ્‍ય, અગ્રણીઓ સાથે મોટી સંખ્‍યામાં ગ્રામ્‍ય કાર્યકરો જોડાયા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૩: પહેલગાવ હૂમલા બાદ આંતકવાદીઓને ખાત્‍મો બોલાવા દેશની સેના એ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્‍તાનમાં ઘૂસી કરાયેલ એટેક અને ૧૦૦ જેટલા આતંકીઓને નેસ્‍ત નાબુદ કરી તેમના અડ્ડાઓને ફૂકી નાખી સમગ્ર દેશમાં રાષ્‍ટ્રવાદ છવાઈ ગયેલ છે. ભારતિય જનતા પાર્ટી ચોટીલા ગ્રામ્‍ય દ્વારા ગુરૂવારની સવારે માં ચામુંડાનાં સાનિધ્‍યમાં હાઇવે મુખ્‍ય ગેઇટ થી ડી જે ઉપર દેશ ભક્‍તિ ગીતોની સૂરાવલી સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવેલ હતી. આ યાત્રામાં સ્‍થાનિક ધારાસભ્‍ય શામજીભાઇ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ રઘુભાઇ કુકડીયા, કાઠી સમાજ અગ્રણી મેરૂભાઇ ખાચર, તેજાભાઇ ભરવાડ, નાથાભાઈ સંઘાણી, પીઠાભાઇ વાઘેલા, સુરેશ ધરજીયા, પ્રદિભાઇ ખાચર સહિતનાં આગેવાનો જોડાયા હતા. તિરંગા યાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ સાથે અનેક સરપંચો ગ્રામ્‍ય સંગઠનનાં હોદ્દેદારો તેમજ ચૂટાયેલા જન પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સાથે તાલુકામાં રહેતા નિવળત ફોજી જવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. પહેલગાવનાં કળત્‍ય આચરનાર આતંકીઓને આકાઓ અને છાવરનાર દુશ્‍મન દેશ પાકિસ્‍તાન ઉપર ભારતીય સેનાએ કાર્યવાહી કરી જડબાતોડ જવાબ આપી દેશની સેનાએ ભારતની આન બાન શાનમાં વધારો કરીને સમગ્ર વિશ્‍વમાં ભારતી ને ગૌરવાન્‍વિત કરેલ હોવાનું ધારાસભ્‍યએ જણાવી નિર્દોષ નાગરિકોનાં મોતનો બદલો લઇ જવાનોએ સાચી અંજલી આપી હોવાની લાગણી વ્‍યક્‍ત કરી હતી.(તસવીરઃ હેમલ શાહ)

 

(11:40 AM IST)