News of Friday, 23rd May 2025
ભાવનગરના પાલીતાણામાં 1 કરોડથી વધુનું એમ્બરગ્રીસ ઝડપાયું : ઠાડચ ગામથી એમ્બરગ્રીસ જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો
એમ્બરગ્રીસની દુર્લભતાને કારણે તેનો મોટા પાયે કાળો કારોબાર ચાલતો હોવાનું અનુમાન

ભાવનગરના પાલીતાણામાં 1 કરોડથી વધુનું એમ્બરગ્રીસ ઝડપાયું છે અને ઠાડચ ગામથી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે, તો આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે રેડ કરીને એમ્બરગ્રીસ ઝડપી પાડયું છે, એમ્બરગ્રીસ એટલે માછલીની ઉલ્ટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલ્ટીની ઉંચી કિંમત આંકવામાં આવે છે
પાલીતાણા રૂરલ પોલીસે એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી લીધો છે, પોલીસે જપ્ત કરેલા જથ્થાને વન વિભાગને સોંપવામા આવી શકે છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. એમ્બરગ્રીસની દુર્લભતાને કારણે તેનો મોટા પાયે કાળો કારોબાર ચાલતો હોવાનું પણ જાણવા મળ્યું છે. તો મહત્વનું છે કે દરિયાકિનારે વસવાટ કરતા લોકો એમ્બરગ્રીસ સાથે વધારે ઝડપાતા હોય છે અને એમ્બરગ્રીસને સોનુ માનવામાં આવે છે.
આ અગાઉ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તળાજા તાલુકાના સરતાનપર ગામના યુવક પાસેથી રૂપિયા 1.35 કરોડની કિંમતનો એક કિલો એમ્બરગ્રીસનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સરતાનપરથી રાતાખડા ગામ તરફ જતા રોડ પર એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
