હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આગામી સપ્તાહ સુધી ગુજરાત માટે ભારે વરસાદની આગાહી
આઇએમડી અરબ સાગર સ્થિત લો પ્રેશર સિસ્ટમ ચક્રાવાત બનશે કે નહીં? તે અંગે હજુયે મોૈન છે

વાંકાનેર તા.૨૩: ભારતીય હવામાન વિભાગ ગોવા નજીક અરબસાગરમાં બનેલ લો પ્રેશર સિસ્ટમના પ્રભાવે ગોવા-મુંબઇ- મહારાષ્ટ્ર- દ.ગુજરાત અને સોૈરાષ્ટ્ર માટે આગામી સાત દિવસ સુધી માત્ર ભારે વરસાદ વરસે તેવી સંભાવના દર્શાવે છે પરંતુ આ લો પ્રેશર સિસ્ટમ ડીપ્રેશન- ડીપ ડીપ્રેશનથી આગળ વધુ મજબુત બનીને તે વાવાઝોડું બને તે અંગે હજુયે મોૈન છે. વળી દેશ લેવલે રાજયોની સ્થિતિઓમાં ગુજરાતને સપ્તાહ સુધી યલો એલર્ટમાં જ દર્શાવે છે.
સ્કાયમેટના વી.પી. મહેશ પલાવત ગુજરાતના દક્ષિણ ભાગો તથા સોૈરાષ્ટ્રના દક્ષિણના શહેરો માટે અગાઉ ૨૩ અને ૨૪ થી પવન ભારે વરસાદનું અનુમાન કરતા હતા. તેમાં એક દિવસના બદલાવ સાથે હવે ૨૪ અને ૨૫ તારીખથી ગુજરાતના ઉકત વિસ્તારોમાં પવન- ભારે વરસાદની સંભાવના વ્યકત કરે છે. મોૈસમ તક ચેનલના વેધર એનાલીસિસ્ટ દેવેન્દ્ર ત્રિપાઠી પણ આવતીકાલથી ગુજરાતના ઉપર દર્શાવેલા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુયે ઇસીએમડબલ્યુએફ- આઇસીઓએન (આઇકોન) તથા જીએફએસ મોડેલોમાં અરબ સાગરમાં હાલ બનેલ લો પ્રેશર સિસ્ટમ આજ અથવા કાલે વધુ મજબુત બની સાયકલોન (વાવાઝોડુ) બનશે. અમુક મોડેલ આ ચક્રાવાત ગુજરાત સોૈરાષ્ટ્રમાં લેન્ડફોલ કરશે તેવું પણ દર્શાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
