હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
જામજોધપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી
તાલુકાના માંડાસણ, વાલાસણ, ધ્રાફા સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો

જામજોધપુર, તા. ર૩: અરબી સમુદ્રમાં સાઇકલોન સિસ્ટમ કાર્યરત થતાં તેની અસર હાલાર પંથકમાં પણ જોવા મળી જામજોધપુર પંથકમાં ભારે પવન ના સુસવાટા વચ્ચે એક ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની અસર સહિત ની આગાહી કરવામાં આવી છે. જેની અસર જામજોધપુર તાલુકામાં ગઈકાલે બપોરે ચારેક વાગ્યા પછી વાતાવરણ પલટાયુ હતું. અને ભારે પવન ફૂંકાયા પછી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજે ૪ થી ૭ ના બે કલાક દરમિયાન જામજોધપુરમાં ૨૫ મિ. મિ. એટલે કે એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત માંડાસણ, વાલાસણ, ધ્રાફા સહિતના ગામોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો ભારે પવન સાથે વરસાદ પડતા ઘણી જગ્યાએ વળક્ષો ધરાશાયી થઈ ગયા હતા.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
