<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

લીંબડીની દર્શન હોટલ પાસે ટેન્‍કરમાંથી ૬૦૦ પેટી દારૂ ઝડપાયો

વઢવાણ, તા., ર૩:  સુરેન્‍દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકામાં એસએમસી દ્વારા દરોડા પાડી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવાની કામગીરી અનેકવાર પ્રશંસનીય રહે છે ત્‍યારે ફરીવાર  લીંબડી પાસે આવેલી દર્શન હોટલ પાસે ટેન્‍કર માંથી ૬૦૦ પેટી જેટલો દારૂ ઝડપી પાડવામાં આવ્‍યું છે.

લીંબડીમાં એસએમસીના દરોડા બાદ હવે લીમડીમાં નવાજૂનીના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે ત્‍યારે હાલમાં કામગીરી ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે સાચી વિગત હજુ બહાર આવી નથી પરંતુ વહેલી સવારે દરોડા પાડવામાં આવ્‍યા હતા અને ૬૦૦ પેટી જેટલો દારૂ ઝડપી પાડવામાં આવ્‍યો છે.

(11:54 AM IST)