<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જેસીબી અથડાતા ડ્રાઇવરે કાબુ ગુમાવેલઃ જામનગર ઉના રૂટની બસ ધોરાજી પાસે દિવાલ તોડી કારખાનામાં ઘૂસી ગઇ

ધોરાજીઃ તા. ર૩, જામનગર થી ઉના તરફ જતી બસ  જામકંડોરણા અને ધોરાજી ગામ વચ્ચે આવેલભગવતિ પોલિમર્સ  વેગડી ગામ નજીક આવેલ ત્યાં પસાર થઈ રહી હતી ત્યારે  JCBઅથડાવાની ઘટના બની હતી ત્યારે એસ ટી બસ  નાં ડ્રાઇવરે કાબુ ગુમાવતા એસ ટી બસ ભગવતી પોલીમર્સ નામનાં પ્લાસ્ટિક નાં કારખાના ની દિવાલ ને કારખાના થોડોક અંદર નાં ભાગ માં ઘુસી ગયેલ જોવા મળેલ આ અકસ્માત માં અંદાજે ૪૦ થી ૪૫ પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવર અને કંડકટર નો કુદરતી આબાદ બચાવ થયો હતો પણ આ અકસ્માત માં ડ્રાઈવર સહિત નાં  ૪ પેસેન્જરો ને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત સર્જાતા પેસેન્જરો નાં જે તે સગાં વહાલાં ત્યાં પહોંચી ગયા હતા અને પોતાની સગવડતા કરી ને નિકળી ગયા હતા અને એસ ટી બસ  નાં ડ્રાઇવર નાં જણાવ્યા અનુસાર JCB નો વાંક હોવાં છતાં માથાકૂટ કરવામાં આવેલ તેનો વિડીયો પણ આપ્યો છે અને આ અકસ્માત માં ભગવતી પોલીમર્સ ને અંદાજે ત્રણ લાખ નું નુકસાન થયાનું અનુમાન છે અને St વિભાગ આ નુકસાની ની ભરપાઈ કરે તેવું જણાવ્યું હતુંએસ ટી બસ ને પણ ઘણું નુકસાન થયું છેધોરાજી તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે.

(12:44 PM IST)