<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ઊના તાલુકાના વાસોજ ગામે દીપડાનો આંતક:એક યુવાન પર હુંકલો કર્યો : ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા

વાસોજ ગામમાં ભયનો માહોલ સર્જાતા ફોરેસ્ટર વિભાગનાં અધિકારીઓ પહોચ્યા

ગીરસોમનાથના ઊના તાલુકાના વાસોજ ગામે આદમખોર દીપડાનો આંતક છે. એક પુરુષ ઉપર દીપડાએ હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના વાસોજ ગામે વહેલી સવારે 19 વર્ષના વિશાલભાઈ સીલોત  સીમમાંમાથી પસાર થતા અચાનક આદમખોર દીપડાએ વિશાલભાઇ ઉપર હુમલો કર્યો હતો.  ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ઉનાની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વાસોજ ગામમાં ભયનો માહોલ સર્જાતા ફોરેસ્ટર વિભાગનાં અધિકારીઓ પહોચ્યા હતા.

 


 

(6:45 PM IST)