News of Friday, 23rd May 2025
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ:વડેરા અને નાના ભંડારીયા ગામમાં અનરાધાર વરસાદ : અમરેલી કુંકાવાવ સ્ટેટ હાઇવે બંધ
જિલ્લામાં મિની વાવાઝોડા જેવો માહોલ : કુંકાવાવ રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી: ધોધમાર વરસાદને લઈને નાળા છલકાયા

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના વડેરા અને નાના ભંડારીયા ગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો છે. કુંકાવાવ રોડ ઉપર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદને પગલે અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઈવે બંધ થયો છે. ધોધમાર વરસાદને લઈને નાળા છલકાયા છે
બપોરે 3 વાગ્યે ધોધમાર વરસાદની શરુઆત થઈ હતી. વીજળીના કડાકા સાથે અમરેલી ગ્રામ્ય વિસ્તારામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઈવે બંધ થયો છે. નદી નાળા છલકાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાઠી અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલી વડેરા, નાના ભંડારિયા, સરંભડા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે
વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. સતત કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતિત છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાવડકામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી બગસરા હાઈવે પર ધોધમાર વરસાદ અને ભારે પવનને લઈ વૃક્ષો ધરાશાયી થયા છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
