<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

જામનગર જિલ્લા પોલીસને મોટી સફળતા : સિક્કા પોલીસ સ્ટેશનના ચાર માસથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

સિક્કા પોલીસે પ્રોહિબિશન ગુનાનો ફરાર આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ કંચવાને પંચવટી કોલોની પાસેથી દબોચ્યો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, 24 મે, 2025: જામનગર જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસખ ડેલુ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ તેમજ લાલપુર ડિવિઝન મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના સીધા માર્ગદર્શન હેઠળ સિક્કા પોલીસે આજે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. સિક્કા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.
સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચાવડા અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢા, પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી અનુસાર, સિક્કા પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજીસ્ટર નંબર 11202057250007/2025 પ્રોહિબિશન કલમ 65(એ)(ઇ), 116(બી), 98(2), 81 મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભીખુભા કંચવા (રહે. મુંગણીગામ, તા.જી. જામનગર) સિક્કા પંચવટી કોલોની પાસે ઊભો છે.
આ બાતમી મળતા જ પોલીસ ટીમે તાત્કાલિક હકીકતવાળી જગ્યાએ પહોંચી હતી અને છેલ્લા ચાર માસથી ફરાર આ આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભીખુભા કંચવા (ઉંમર 32, ધંધો મજુરીકામ, રહે. મુંગણીગામ, રામાપીરના મંદિર પાસે, તા.જી. જામનગર) વિરુદ્ધ પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચાવડા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા, પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયા અને પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ડાયાભાઈ કરથીયાની ટીમ સામેલ હતી.

 

(10:43 AM IST)