News of Saturday, 24th May 2025
જામનગરની જીલ મકવાણાએ ખેલમહાકુંભ 3.0 માં સિલ્વર મેડલ જીતી જામનગરનું ગૌરવ વધાર્યું
કરાટેમાં ઓપન એજ -44kg કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન : પિતા અને કોચ નિતેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ મેળવી સિદ્ધિ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, 24 મે, 2025: જામનગર શહેરની પ્રતિભાશાળી યુવા કરાટે ખેલાડી જીલ મકવાણાએ ફરી એકવાર પોતાની સિદ્ધિનો ઝંડો લહેરાવી જામનગર અને લાયન્સ કરાટે ક્લબનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય લેવલ ખેલમહાકુંભ 3.0 માં, જીલ મકવાણાએ કરાટેની ઓપન એજ -44kg કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.
જીલ મકવાણાએ પોતાના પિતા અને કોચ તરીકે ફરજ બજાવતા સિંહાન નિતેશ મકવાણા અને દક્ષા મકવાણાના સઘન માર્ગદર્શન અને તાલીમ હેઠળ આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમની આ જીત જામનગર જિલ્લા માટે ગર્વનો વિષય બની છે અને તેણે ફરી એકવાર જિલ્લાનું નામ ગુજરાતભરમાં ઝળહળતું કર્યું છે.
જીલની આ સિદ્ધિ તેની સખત મહેનત, સમર્પણ અને તેના કોચના ઉત્તમ માર્ગદર્શનનું ફળ છે. આ મેડલ યુવા રમતવીરોને પ્રેરણા પૂરી પાડશે અને તેમને રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
