તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
ચોટીલાના પીપરાળી ગામે મનરેગા યોજનાના કૌભાંડમાં ૧૨ને ઝડપી લેવાયાઃ હજુ ૮ શખ્સો ફરાર

(ફરૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૪: પીપરાળી ગામમાં મનરેગા અંતર્ગત ચાલતા કામમાં રૂપિયા ૨૬. ૯૧ લાખોના કૌભાંડની ઘટના સામે આવી રહી છે. જે મામલે પૂર્વ અને વર્તમાન સરપંચ સહિત ૨૦ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ૧૨ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે આઠ શખ્સો હજુ ફરાર છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને જળસંચય થાય અને જમીનમાં પાણીના તળ આવે તે માટે કુવા અને તળાવ ડા કરવાની કામગીરી મનરેગા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે. જેમાં ચોટીલા તાલુકાના પીપળી ગામમાં વર્ષ ૨૦૨૨માં મનરેગાના કામ અંતર્ગત તળાવ અને કુવામાં કૌભાંડ થયાની સ્થાનિક ગ્રામજનો દ્વારા કલેક્ટર સહિત લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કલેકટરના આદેશની લોકપાલની નિયુક્તિ કરાઈ હતી અને લોકપાલ દ્વારા તપાસ કરાતા સમગ્ર કૌભાંડનો મામલો સામે આવ્યો હતો.
ત્યારે મનરેગા અંતર્ગત પીપરાળી ગામમાં ત્રણ કુવા અને એક તળાવ સહિત ૨૦૨૩ માં રૂપિયા ૨૬.૯૧ લાખ કૌભાંડમાં લોકપાલ દ્વારા ફરિયાદના આધારે પૂર્વ અને વર્તમાન સરપંચ, તલાટી સહિત ૨૦ શખ્સો સામે મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદના આધારે પોલીસે ૧૨ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આઠ શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસી દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
