News of Saturday, 24th May 2025
દયાનંદગીરીબાપુ સેવા-ધર્મ માટે હંમેશા કાર્યરત હતાઃ બ્રિજેસ મેરજા

રાજકોટ,તા.૨૪: રાજ્યના પૂર્વ પંચાયતમંત્રી શ્રી બ્રિજેશ મેરજા જણાવે છે કે મોરબીના ચરાડવા ખાતેના પ્રસિદ્ધ મહાકાળી મંદિરના મહંત પૂજ્ય દયનંદગીરી બાપુના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. આદરણીય બાપુએ લોકસેવા અને ધર્મના પ્રચાર માટે કાર્યરત રહ્યા. તેમની આધ્યાત્મિક ચેતના સૌ અનુયાયીઓ માટે માર્ગદર્શક બની રહેશે. દયાનંદગીરી બાપુના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. શ્રી બ્રિજેશ મેરજાએ ગઈકાલે ચરાડવામાં પૂજ્ય બાપુના અંતિમદર્શન કરી શ્રધ્ધાંજલી આપી હતી
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
