તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા - ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના ૨૦૦ કિલો ફુલોના શણગાર : ૨૫૧ કિલો સુખડી, ૩૦૦ ડઝન કેરી અને ૧૦૦ કિલો જાંબુનો અન્નકૂટ
સાંજે હનુમાનજીદાદાનું ષોડશોપચાર પૂજન : શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૨૪ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 24-05-2025ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો છે. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા, ડીઝાઈનવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના 200 કિલો ફુલો સિંહાસનને મિક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો.
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજન દેવ દાદાને 251 કિલો સુખડી, 300 ડઝન કેરી અને 100 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 7:00 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના 200 કિલો ફુલનો સિંહસનને શણગાર કરાયો છે. 251 કિલો સુખડી, 300 ડઝન કેરી અને 100 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે. આ સાથે સાંજે 4થી 6 રાજોપચાર પૂજન કરાશે. 108 કિલો ફુલનો અભિષેક કરાશે. 15 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા તૈયાર કરાયેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા દાદાને પહેરાવ્યા છે. જેમાં પંચરંગી ફુલોની ડિઝાઈન છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
