News of Saturday, 24th May 2025
આ વેળા કેરળમાં ચોમાસુ વહેલું કેમ દસ્તક દેશે?
અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ, આ બન્નેને કારણે ચોમાસુ કેરળમાં વહેલું બે દિ'માં જ પ્રવેશ કરશેઃ ગુજરાતમાં જે વરસાદી આફત મંડરાઇ રહી હતી તે હવે મહારાષ્ટ્ર-કર્ણાટક તરફ સરકી રહી છે

(મહંમદભાઇ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪ : ૧ જુન આસપાસ કેરળમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે પણ આઇએમડી દ્વારા કેરળમાં ચોમાસા માટે અનુકુળ પરીસ્થિતિઓ હોઇ, આગામી બે દિ' માં જ ચોમાસુ દસ્તક દેશે તેવી આગાહી કરાઇ છે.
કર્ણાટક-ગોવા નજીકના અરબ સાગરમાં ઉદભવેલ સિસ્ટમ લો-પ્રેસરમાંથી હવે મજબૂત બનીને વેલમાર્ક લો-પ્રેસર બનેલ છે. ટૂંક સમયમાં જ તે ડીપ્રેશનનું સ્વરૂપ ધારણ કરશે. ઉપરાંત બંગાળની ખાડીમાં ઉદભવનારી સિસ્ટમ ટૂંક સમયમાં જ લો પ્રેસરમાં તબદીલ થનાર છે. આ સિસ્ટમોના પ્રભાવે કેરળમાં આ વેળા ચોમાસુ વહેલુ દસ્તક દઇ રહ્યો છે.
આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેથ્સમાં હવે બદલાવ જોવા મળી રહ્યો છે. અરબ સાગર સ્થિત વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ મુંબઇ આસપાસ ડીપ્રેશનમાં બદલાશે. જેથી આ સિસ્ટમ માટે ગુજરાત માટે જે સાર્વત્રિક જેવી તોફાની વરસાદી આફતની ભીતિ આ પહેલા આ મેપ્સમાં દર્શાવાઇ રહી હતી. તે હવે મહારાષ્ટ્ર-કર્ણાટક તરફ સરકી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત પૂર્વ-દક્ષિણ ભાગ ત્થા સૌરાષ્ટ્રના દક્ષિણના વિસ્તારોમાં જ હવે વરસાદી વાતાવરણ આગામી દિવસોમાં જોવા મળશે. જો કે રૌદ્ર સ્વરૂપની વરસાદી આફત આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, દક્ષિણ પヘમિ દરીયાઇ પટ્ટીના શહેરોમાં જોવા મળશે.
કેરળમાં ચોમાસુ વહેલું એન્ટર થશે પણ પછી અરબ સાગરમાં સિસ્ટમની ગેરહાજરી રહેતી હોઇ, ચોમાસુ ગુજરાતમાં વિલંબથી આવી શકવાની સંભાવના રહે છે. બંગાળની ખાડી વાળી સિસ્ટમથી મોન્સૂન બંગાળની ખાડીવાળા વિસ્તારોને ઝડપથી કવર કરી લેશે અને આ સિસ્ટમ પૂર્વાત્તર રાજયોને ચોમાસા પહેલા જ વરસાદી તાંડવ થી ઘેરી લેશે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
