તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
ચોટીલાના મેવાસામાં રમતી વખતે ટ્રેકટરમાંથી પડી જતાં ૪ વર્ષની બાળકી ક્રિષ્નાનું મોત
સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૪: બાળકો રમત રમતમાં ઘણીવાર મુશીબત નોતરી બેસતા હોય છે. તેમની રમત ઘણી વખત તેમને મૃત્યુના મુખ સુધી લઇ જતી હોય છે. આવા જ એક બનાવમાં ચોટીલાના મેવાસમાં ટ્રેકટરની ટ્રોલીમાં રમતી વખતે પડી જતાં ૪ વર્ષની બાળકીનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મેવાસામાં રહેતાં અને ખેત મજૂરી કરતાં દિનેશભાઇ જાદવની દિકરી ક્રિષ્ના (ઉ.વ.૪) સાંજે સાતેક વાગ્યે ઘર પાસે ટ્રેકટરની ટ્રોલીમાં બીજા બાળકો સાથે રમતી હતી ત્યારે ઉપરથી નીચે પડી જતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.ક્રિષ્ના બે બહેન અને એક ભાઇમાં નાની હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ કરતા઼ નાની મોલડી પોલીસ સ્ટેશનના સ્ટાફે રાજકોટ આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
