<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

પોરબંદરમાં ગાયએ બાઇક સહિત ઉલાળી દેતાં કોલીખડાના પ્રોૈઢનું મોત

માયાભાઇ રાડાએ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં અરેરાટી

રાજકોટ તા. ૨૩: પોરબંદરના કોલીખડાના પ્રોૈઢને પોરબંદરમાં ગાયે બાઇક સહિત ઢીંક મારી ઉલાળી દેતાં ગંભીર ઇજા થવાથી તેમનું મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કોલીખડામાં રહેતાં માયાભાઇ જાદવભાઇ રાડા (ઉ.વ.૫૫) ગત ૨૨મીએ રાતે નવેક વાગ્‍યે ઘરેથી કામ માટે બાઇક લઇને નીકળ્‍યા હતાં. દરમિયાન પોરબંદર જ્‍યુબીલી વિસ્‍તારમાં પહોંચ્‍યા ત્‍યારે એક ગાયએ તેમને બાઇક સહિત પછાડી દેતાં ગંભીર ઇજા થતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, મહેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે પોરબંદર ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર માયાભાઇ છુટક મજૂરી કરતાં હતાં. તે બે બહેન અને ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.

(1:58 PM IST)