<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ખંભાળીયાના ધરમપુરના પૂર્વ સરપંચના પુત્રનું માનતા પુરી કરવા જતી વખતે વાહને ઠોકર મારતા મૃત્‍યુ

લાલજીભાઇ ખાખીના નાના દિકરા જીતેન્‍દ્ર (કનો)નું મૃત્‍યુ થતા અરેરાટી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :.. ખંભાળિયા ભાણવડ રોડ પર ખંભાળિયા તાલુકાના ધરમપુરના સતવારા આગેવાન તથા જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ નકુમ નો ભાઈ જીતેન્‍દ્ર  (કનો) ઉમર ૩૪ વાળોતેમના કુટુંબીજનો પગપાળા ભાણવડ ભુતવડ જતા હતાં. તેમને ટિફિન દેવા આવેલો ત્‍યારે ખંભાળિયા ભાણવડ રોડ પર થોડો સમય પગપાળા ચાલીને જતા એક બોલેરો વાળાએ પાછળથી ઠોકર મારતા તેનો ગંભીર ઈજા થવાથી મળત્‍યુ નીપજ્‍યું હતું સતવારા સમાજમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે માનતા પૂરી કરવા માટે જતા સતવારા પરિવારના ૩૫ વર્ષના યુવાન આવી રીતે મળત્‍યુ થયું હતું આજે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્‍યામાં આગેવાનો સાથે રાજ્‍યના મંત્રી મુળુભાઈ બેરા પણ જોડાયા હતા મળતક ધરમપુરના પૂર્વ સરપંચ લાલજીભાઈ ખાખીનો નાનો દીકરો હતો.

(1:40 PM IST)