તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલને ગુજરાત ATSએ ઝડપ્યોઃ આદિતી ભારદ્વાજ નામની છોકરી સાથે સંપર્કમાં હતો
આરોપીના ફોનને FSLમાં મોકલાયોઃ પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે જૂન-જુલાઈ ૨૦૨૩થી આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં વોટસએપથી આવ્યા હતાઃ લાંબી તપાસ બાદ હવે ગુનો નોંધાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪: કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાનને માહિતી આપતા સહદેવસિંહ ગોહિલને ગુજરાત ATSએ ઝડપ્યો છે.આદિતી ભારદ્વાજ નામની છોકરી સંપર્કમાં હતી.
આદિતી ભારદ્વાજ નામની છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી. તેને આરોપી પાસેથી BSF અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી.આરોપીને ૪૦ હજાર રોકડ પણ અપાયા હતા. આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે. તેની પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી. જૂન-જુલાઈ ૨૦૨૩થી આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તે વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા.લાંબી તપાસ બાદ હવે ગુનો નોંધાયો છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
