તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th May 2025
મોરબીમાં તા. ૨૪ થી ૩૧ સુધી દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાશે.
દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ શ્રી ઓમ શાંતિ વિદ્યા સંકુલ, જૂની આરટીઓ કચેરી પાસે, કંડલા બાયપાસ મોરબી ખાતે યોજાશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તા. ૨૪ થી ૩૧ સુધી દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે તા. ૨૪ થી ૩૧ મેં સુધી દરરોજ સાંજે ૫ : ૩૦ થી ૭ : ૩૦ સુધી શાખા દર્શન કરવા હિંદુ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવ્યું છે.
દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ શ્રી ઓમ શાંતિ વિદ્યા સંકુલ, જૂની આરટીઓ કચેરી પાસે, કંડલા બાયપાસ મોરબી ખાતે યોજાશે જેમાં તા. ૨૪ ને શનિવારે સાંજ સુધીમ પહોંચવું તા. ૩૧ ને શનિવારે રાત્રે વર્ગ પૂર્ણ થશે રવિવારે સવારે પરત જઈ શકાશે વર્ગમાં જોડાવવા માટે રૂ ૩૦૦ શુલ્ક રાખવામાં આવેલ છે તેમજ ગણવેશમાં સફેદ પંજાબી, કેસરી રંગનો દુપટ્ટો, સફેદ કેનવાસના બુટ જરૂરી રહેશે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
