<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

જામજોધપુરમાં પૂનમબેન માડમની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા

 

જામજોધપુર : રાષ્‍ટ્રની રક્ષા કરતા જવાનો દ્વારા આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે કરવામા આવેલ ઓપરેશન સિંદુર ની સફળતા ના સન્‍માન મા જામ જોધપુર તાલુકા મા તિરંગા યાત્રા નિકળી હતી જેમાં સાંસદ પુનમ બહેન માડમ પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા ઉપસ્‍થીત રહેલ આ તિરંગા યાત્રમાં દેશના જવાનો નો ઉત્‍સાહ વધારવા જીલ્લા તલાટી મંડળ પ્રમુખ પરેશ ભાઈ પારેગી,સગર સમાજ ના પ્રમુખ તેમજ તાલુકા તલાટી મંડળ ના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ સોલંકી (એ. એલ સગર ) કર્મચારી મંડળના પ્રમુખ કિંજલ ભાઈ મણવર કર્મચારી મંડળ ના પૂર્વ પ્રમુખ ભરત ભાઈ અમળતિયા,તાલુકા તલાટી મંડળ ના ઉપ પ્રમુખ જીગ્નેશભાઈ કણસાગરા શેઠવડાળા પંથકના અગ્રણી અતુલભાઈ રાઠોડ વગેરે જોડાયા હતા આ તિરંગા યાત્રા શહેરના મુખ્‍ય માર્ગો પર ફરી હતી.

(10:56 AM IST)