<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

રૂપાલાએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ, તા. ર૬: ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારત સરકારના પુર્વ કેન્‍દ્રિય મંત્રી અને રાજકોટ સાંસદ પરસોતમભાઈ રૂપાલા આવ્‍યા હતા યાર્ડના વેપારી સાથે જણસીઓને લઈને ચર્ચા કરી હતી.

માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી જણસીને માવઠાથી થયેલા નુકસાન અંગે પણ વેપારીઓ સાથે ચર્ચા થઈ હતી માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓ વધારવા અંગે પણ વિચાર વિમર્શ કરાયો હતો.

પૂર્વ કેન્‍દ્રીય કળષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત અંગ ચેરમેન અલ્‍પેશ ઢોલરીયાએ જણાવ્‍યું કે આગામી સમયમાં મગફળીના કઈ રીતે પોષણ ક્ષમ ભાવ આવે તે અંગે ચર્ચા થઈ હતી. ગુજરાતથી દેશ અને દુનિયામાં મગફળી મોકલી શકાય તે માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા જોર અપાયું હતું. ઉપરાંત ફૂડ પ્રોસેસ પ્‍લાનથી ખેત પેદાશોમાં કેવી રીતે વેલ્‍યુ એડિસન કરી શકાય તે અંગે પણ તેમણે પોતાના અનુભવો વ્‍યક્‍ત કર્યા હતા.

પુણ્‍યશ્‍લોક અહલ્‍યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્‍મજયંતી નિમિતે રાજકોટ જિલ્લા ભાજપ અને રાજકોટ મહિલા મોરચા દ્વારા ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સાથે ગોષ્ઠિનો કાર્યક્રમ ગોંડલ ખોડિયાર નગરમાં વ્રજધામ હવેલી ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશ ઢોલરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ ટોળીયા, રીનાબેન ભોજાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણા રંગાણી, રાજકોટ જિલ્લા આરોગ્‍ય સમિતિ ચેરમેન લીલાબેન ઠૂંમર, સહિત શહેર ભાજપની મહિલા આગેવાનો સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. દીપપ્રાગટ અને સન્‍માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા સશક્‍તિ કરણ, મહિલા પ્રતિભાનું સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

સમગ્ર કાર્યક્રમના સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ  કોટડીયા તથા મહામંત્રી જેકીભાઈ પરમારએ જહેમત ઉઠાવી હતી. પુરુષોત્તમ રૂપાલા આવ્‍યા ત્‍યારે યાર્ડના ચેરમેન અલ્‍પેશ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસીંહ જાડેજા, ડિરેકટર પ્રફુલભાઈ ટોળીયા, મનીષ ગોળ, જીતુ જીવાણી, હરેશ વાડોદરિયા અને યાર્ડના વેપારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(11:03 AM IST)