News of Monday, 26th May 2025
જામવણથલીનાં નવનિર્મિત રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ
કૃષિમંત્રી રાઘવજી પટેલ તથા આગેવાનો ઉપસ્થિત

ફલ્લા, તા. ર૬: ફલ્લાં નજીકના જામવણથલી ગામમાં મોદી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તમામ પ્રકારની સુવિધા સાથેનું જામવણથલી રેલ્વે સ્ટેશનનું રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેબીનેટ મંત્રી રાધવજીભાઇ પટેલ, રેલ્વે અધિકારી સુધીર દુબે, સ્ટેશન માસ્તર કૃતિક મારૂ, ભાજપ મહામંત્રી કુમારપાલસિંહ રાણા, માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર પદુભા જાડેજા, જીલ્લા પંચાયત સદસ્ય કમલેશ ધમસાણિયા, યુવા ભાજપના ગીરીરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા, ગામનાં સરપંચ શાંતાબેન ભુરાભાઇ પરમાર, માજી તાલુકા પંચાયત પ્રમુખ જયુભા જાડેજા, ચાવડાના બબુભા, મોટી લાખાણીના રામદેવસિંહ જાડેજા, વરણાના દિપકભાઇ પોકીયા, તમાચણના હરેશભાઇ પરમાર, લીંબાભાઇ બ્રિજેશ રાચ્છ, કિરીટસિંહ, જયપાલસિંહ, નાથાભાઇ, અર્જુનસિંહ સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.(તસ્વીરઃ મુકેશ વરિયા-ફલ્લા)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
