News of Monday, 26th May 2025
સુરેન્દ્રનગરમાં ડિવાઇડર ઉપર નવી ગ્રિલ નાખવામાં આવી

વઢવાણઃ સુરેન્દ્રનગર શહેરમાં વર્ષો પહેલા મુખ્ય માર્ગો પાર રસ્તાના ડિવાઇડર નાખવામાં આવ્યા હતા.પરંતુ સમય જતા ટ્રાફિક અને લોકોના બેદરકારીભર્યા વાહન ચલાવવાથી ગ્રીલો તૂટીજવા પામી હતી સાથે સાથે ઘણી જગ્યાઓ પાર આ ગ્રીલો તૂટેલી અસામાજિક તાત્વો ઉઠાવી પણ ગયા હતા.ત્યારે આવા રસ્તાપર પસાર થવા દરમિયાન અકસ્માતનો ભય રહેતો હોવાના અહેવાલો પ્રકાશીત કરાયા હતા. ત્યારે હાલ મનપા દ્વારા શહેરના મોટાભાગના રોડ પાર લોકોની સલામતી અને સુવિધા અને ટ્રાફિક નિયમન થઇ શકે એ હેતુ થી ગ્રીલ નાખવામાં આવી છે. શહેરના ટ્રાફિકને અડચણ ના થાય એ હેતુથી રાત્રી દરમિયાન આ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે જે ડીવાઇડર પર જ્યાંથી તુટેલી કે ગાયબ થઇ ગઇ હતી ત્યાં નવી ગ્રીલ નાંખવામાં આવી રહી છે. આ ગ્રીલ જે નાંખવામાં આવી રહી છે તે મજબુત નાંખવામાં આવે અને જો કોઇ તેને નુકશાન પહોંચાડે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
