<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

સુરેન્‍દ્રનગરમાં પાણી પ્રશ્‍ને હિજરત કરવી પડે તેવી સ્‍થિતિ !

વેંચાતુ પાણી લેવા માટે લોકો મજબૂર : પાંચ - છ દિ'એ વિતરણ થાય છે તે પણ અનિયમિત અને ડહોળુ પાણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૬: સુરેન્‍દ્રનગર શહેરમાં પીવાના પાણીની સમસ્‍યાથી લોકો પરેશાન થાય છે. ત્‍યારે સિનિયર સીટીઝનોએ પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરી સમસ્‍યાનુ નિરાણકરણ લાવવા માંગ કરવામાં આવી છે. સુરેન્‍દ્રનગર શહેરમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્‍યાથી લોકો પરેશાન થઇ રહ્યા છે.જેમાં ખાસ કરી શહેરના છેવાડાના વિસ્‍તારોમાં પુરતુ પાણી ન આવતા વેચાતા પાણી લેવા લોકો મજબુર થવુ પડે છે.ત્‍યારે સિનિયર સીટીઝન કે.એન.રાજદેવ, ધનશ્‍યામભાઇ પરમારે પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

જેમાં જણાવ્‍યા મુજબ છેલ્લા ઘણા સમયથી સુરેન્‍દ્રનગર શહેરના તમામ વોર્ડમાં તથા વઢવાણ, રતનપર, દુધરેજ, ખેરાળી તથા મહાનગર પાલિકાના સમાવિષ્ટ ગામોમાં પાણી અનિયમીત અને ડહોળુ આવે છે જ્‍યારે ઘણી વખત વહેલી સવારે ઘણી વખત બપોરના તાપમાં ઘણીવખત રાત્રે પાણી વિતરણ થાય છે.તો કયારેક તો પાંચ થી છ દિવસે પાણી અપાય છે આથી લોકોને ન છુટકે વેચાતુ મોંઘુ પાણી લેવુ પડે છે.

આથી દિવસે દિવસે સ્‍થિતી ખરાબ થાય છે અને પાણીને લઇ લોકો હિજરત કરવી પડે તેવી સ્‍થિતી ઉભી થાય તેમ છે.નગરપાલિકા હતી ત્‍યારે પણ આ પ્રશ્‍ન હતો અને મનપા થઇ તો પણ એનો એ જ પ્રશ્‍ન છે. આથી જેતે વિસ્‍તારમાં રૂબરૂ તપાસ થા અને સમસ્‍યા હલ થાય તેવીમાંગ કરાઇ છે. આથી આ પ્રશ્‍ન ગંભીરતાપુર્વક ધ્‍યાને લઇ સમસ્‍યા હલ કરવા માંગ છે.

હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્‍યારે શહેરમાં કેટલાંક વિસ્‍તારોમાં પીવાના પાણીની સમસ્‍યા ઉભી થઈ છે હજુ વરસાદ આવે નહી ત્‍યાં સુધી શહેરમાં પાણીનો પ્રશ્‍ન રહેશે આવી સ્‍થિતીમાં હાલમાં લોકોને પુરતુ પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા ચોકકસ આયોજન કરીને શહેરીજનોને પાણી મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી શહેરના સિનિયર સિટીીઝનોએ ખાસ માગણી સાથે પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી હોવાનુ જાણવા મળે છે.

(11:19 AM IST)