News of Monday, 26th May 2025
અમરેલી જિલ્લામાં મારામારીના ૩ બનાવો

અમરેલી તા.૨૬: ધારી પંથકના કુબડા ગામે રહેતા કરશનભાઈ રામભાઈ મકવાણા ની પુત્રી એ મૈત્રી કરાર કરેલા હોય અને નવસારી ખાતે રહેતા હોય ખરખરાના કામે કુબળા આવતા તેને આમાં ન રહેવા દેવા પ્રશ્ન બાબુ ગીગા દાફડા સહિત ચારે લાકડી વડે માર મારી ધમકી આપ્યાની જ્યારે સામે પક્ષેથી બાબુભાઈ ગીગાભાઈ દાફડા ઉપર કરસન રામ મકવાણા સહિત ચારે ઉપરોક્ત મુદ્દે જ ગાળો આપી માર માર્યાની ત્રીજા બનાવમાં સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર રહેતા જીતેન્દ્ર હરજીભાઈ સરવૈયા નામના રત્નકલાકાર ઉપર બાળકો શેરીમાં રમતા હોય ધમકાવવા અને ગાળો દેવા પ્રશ્ને આલા ખીમસુરીયા, મણીબેન આલા ખીમસુરીયા સહિત ત્રણે લોખંડના સળિયા વડે હુમલો કરી કપાળ ઉપર ઇજા કરી ટાંકા લઈ આવ્યા ની ફરિયાદ પોલીસ માં નોંધાતા પોલીસે તમામ ગુનાની ફરિયાદ નોંધે ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી હતી
વેપારી નો મોબાઇલ ચોરાયો
અમરેલીમાં નાગનાથ મંદિર પાછળ જલારામ ટ્રાન્સપોર્ટ ની સામે રિલાયન્સ ટેલર ધરાવતા રસિકલાલ મગનલાલ ખોરસીયા નો ઓ ટાપાસે ખુરશી ઉપર રાખેલ આઈ એમ ઈ આઈ કી.રુ ૬૦૦૦ નો મોબાઇલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ કરી હતી.(૩૮.૧૫)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
